‘નારી વંદન ઉત્સવ, જિલ્લો ડાંગ’ :ડાંગ જિલ્લામા યોજાયો ‘મહિલા કલ્યાણ દિવસ’

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૮:’નારી વંદન ઉત્સવ’ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાતારીખ ૬ઠ્ઠી ઓગસ્ટના ના રોજ ‘મહિલા કલ્યાણ દિવસ’ યોજાઈ ગયો.
આ વેળા આહવાની સાયન્સ કોલેજ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા જાગૃતિ શિબિરનુ આયોજન કરાયુ હતુ. જેમા કાર્યક્રમના અધ્યક્ષતરીકે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી નીલમબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકારશ્રીની વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓના થઇ રહેલા ઉત્કર્ષની વિગતો આપી હતી.
આ અવસરે દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી એસ.ડી.સોરઠીયા દ્વારા કાર્યક્રમમા મહિલાલક્ષી ચાલતા વિવિધ સેન્ટરો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવા સાથે, મહિલાલક્ષી યોજનાકીય માર્ગદર્શન પૂરુપડાયુ હતુ. દરમિયાન ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ડેમોન્ટ્રેે શન એપ્લિકેશન ડાઉનલોડ કરવામા આવી હતી. આ કાર્યક્રમમાપોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક, મહિલા શક્તિ કેન્દ્રના કર્મચારીઓ, નારી અદાલતના કર્મચારીઓ, જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓ,તેમજ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમના ભાગરૂપે મહાનુભાવો દ્વારા વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા. તો સાયન્સ કોલેજની ટોપર વિદ્યાર્થીણીઓનુ પણ મહાનુભવો દ્વારા સન્માન કરવામા આવ્યુ હતુ. સૌ ઉપસ્થિતોએ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત શપથ પણ ગ્રહણ કર્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *