વ્યારા ઇનર વ્હીલ ક્લબના સ્થાપના દિવસની ઉજવણી નિર્મિતે વૃક્ષારોપણ અને શાળાના બાળકો માટે ડેન્ટલ કેમ્પ યોજ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા સ્થિત ઇનર વ્હીલ ક્લબ સંસ્થાના 35માં સ્થાપના દિવસ (ચાર્ટર ડે) નિર્મિતે પ્રમુખ ચિત્રાલી શાહ, સેક્રેટરી મિનાક્ષી શાહ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન સિપ્રા ચક્રવર્તી ની ઉપસ્થિતિમાં પૃથ્વીની સંભાળની થીમ પર દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે 75 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. તથા હાઉસી ગેમ રમી તથા કેક કાપી સ્થાપના દિવસ ઉજવ્યો હતો.ભાટપુર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ કેમ્પ યોજ્યો હતો. કેમ્પમાં ઉપસ્થિત જનક સ્મારક હોસ્પિટલના ડેન્ટલ ડૉક્ટર પ્રિન્સી રાણા એ બાળકોને દાંત સાળસંભાળ કરવાની રીત અને અને શા માટે 2 ટાઈમ બ્રશ કરવું જોઈએ ? તે વિશે માહિતી આપી હતી. સાથે જ પર્યાવરણની જાણવણી અંગે સમજ આપી પ્લાસ્ટિકથી થતું નુકશાન જણાવ્યું હતું. તથા 22 જેટલા બાળકોને વુડન ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ પણ આપવામાં આવ્યા હતા.