મનપાના ફૂડ સેફટી વિભાગે આરોગ્ય સાથે ચેડા કરતી નોન-BIS લાઇસન્સ વગરની 42 સંસ્થાને સીલ કરી
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ લાયસન્સ વગર ધંધો કરતા પ્લાન્ટો અને સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. સવારથી આરોગ્ય વિભાગની ટીમના અલગ અલગ ઝોનના સ્ટાફ દ્વારા લાયસન્સ તપાસણી કરતા 43 જેટલી સંસ્થાઓ પાસેથી અને પ્લાન્ટ સંચાલકો પાસેથી લાયસન્સ રીન્યુ કરેલું મળી આવ્યું ન હતું. જેને કારણે તાત્કાલિક અસરથી લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવી ભીતિના આધારે સીલ કરી દેવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે, શહેરમાં નોન BSI પેકેજીંગ ડ્રિન્કિંગ વોટર પ્લાન્ટોને અગાઉ સીલ કરવામાં આવેલા એ જ આધારે આજે ફરીથી કામગીરી યથાવત રાખવામાં આવી હતી. નોન BIS લાઇસન્સ વગર ચાલતી સંસ્થાઓ ઉપર અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા તાત્કાલિક અસરથી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરનાર તમામ સંસ્થાઓ સાથે કડક કાર્યવાહી કરાશે.