ડાંગ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે મતદાર સાક્ષરતા ક્લબ્સ માટે વર્કશોપનુ આયોજન કરાયું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ):: તા: 07: ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 ઓગસ્ટ થી 11 સપ્ટેમ્બર 2022 દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. તેમજ ચાલુ વર્ષે વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ પણ યોજનારા છે. જેમા મહતમ મતદારો મતદારયાદીમા નોંધણી કરાવે તે માટે મતદાર સાક્ષરતા ક્લબના નોડેલ ઓફિસરશ્રીઓ સક્રિય રહે તે માટે જિલ્લા શિક્ષણ કચેરીએ વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ વર્કશોપમા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સી.વી. પટેલે જણાવ્યુ હતુ કે, મતદાર યાદીમા એકપણ વ્યક્તિ નોંધણી માટે રહી ન જાય તેમજ ચૂંટણી દરમ્યાન મતદારો દ્વારા વધુમા વધુ મતદાન થાય તે જરૂરી છે. તેમજ મતદાર સાક્ષરતા ક્લબ્સ દ્વારા મતદાર યાદી સુધારણા બાબતે કામગીરી સુનિશ્ચિત કરવામા આવે તે જરૂરી છે.
આ કાર્યક્રમમા ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ. સી. ભુસારા, જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્રી વિજભાઈ ડી દેશમુખ, મામલતદાર શ્રી હિરેનભાઈ, જિલ્લા તાલુકા કક્ષાના મતદાર સાક્ષરતા ક્લબના નોડેલ ઓફિસરશ્રીઓ, કન્વીનર શ્રીઓ, તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
–