તાપી જિલ્લામાં ૨૫મી ઑગસ્ટે “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

Contact News Publisher

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી ઓગસ્ટ સુધીમાં અરજીઓ મોકલી આપવી
………….
(માહિતી બ્યુરો, વ્યારા) ૦૭: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા ઓગસ્ટ-૨૦૨૨નો જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૫-૦૮-૨૦૨૨ના રોજ જિલ્લા સેવાસદન કચેરીના સભાખંડમાં સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને યોજાશે.

આ કાર્યક્રમમાં અરજદારો પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા.૧૦/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે સમય મર્યાદામાં મોકલી આપવાની રહેશે એમ જિલ્લા કલેકટર, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other