તાપી જિલ્લામાં આગામી 9મી ઑગસ્ટે “વિશ્વ આદિવાસી દિવસ” ઉજવાશે*

Contact News Publisher

વ્યારાના શ્યામા પ્રસાદ હોલ ખાતે યોજાનાર “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના સુચારુ આયોજન માટે ડી.આર.ડી.એ ડાયરેકટરશ્રી અશોક ચૌધરીના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઇ
…………………
નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામે તથા વાલોડના બુહારી ખાતે પણ “વિશ્વ આદિવાસી દિવસ”ની ભવ્ય ઉજવણી થશે.
…………………
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.06: આદિજાતિ વિકાસ તેમજ સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આગામી 9મી ઑગસ્ટે સમગ્ર રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. તાપી જિલ્લામાં વ્યારા નગરપાલિકાના શાયામા પ્રસાદ હોલ ખાતે, નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામે તથા વાલોડના બુહારી ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે વ્યારા નગરપાલિકા ખાતે યોજાનાર”વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના સુચારુ આયોજન માટે તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટરશ્રી અશોક ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં આ કાર્યક્રમના સફળ અને સુચારુ આયોજન માટે વિવિધ કામગીરી સુનિશ્ચિત રીતે સમય મર્યાદામાં પૂર્ણ કરવા તથા રીપોર્ટીંગ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.
બેઠકમાં સભામંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, વીજળી, પાણી, આરોગ્ય, વાહન વ્યવહાર,પાર્કિંગ, કાયદો વ્યવસ્થા,ભોજન વ્યવસ્થા,લાભાર્થીઓની યાદી નક્કી કરવી, સ્ટેજ સજાવટ,પૂજા સમગ્રી, સ્વચ્છતા જાળવણી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના સુચારૂ આયોજન સહિત વિવિધ પાસાઓની વિસ્તૃત સમીક્ષા કરી સબંધિત અધિકારીઓને કામગીરી સબબ રચનાત્મક સુચનો કર્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લા વ્યારા નગરપાલિકાના શાયામા પ્રસાદ હોલ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીનો કાર્યક્રમ જિલ્લા પ્રભારી અને રાજયકક્ષાના મંત્રી, કૃષિ, ઉર્જા, પેટ્રોકેમિકલ, ગુજરાત સરકાર મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં આદિવાસી શૈલીને દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાયપત્રો, સન્માન પત્રો એનાયત કરવામાં આવશે.
00000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other