તાપી જિલ્લા “નારી વંદન ઉત્સવ” : તાપી જિલ્લા ખાતે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ”નો કાર્યક્રમ ઉજવાયો
“મહિલા કર્મ યોગી દિવસ”ની ઉજવણીના ભાગરૂપ કામકાજના સ્થળોએ મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંર્તગત સેમીનાર યોજાયો
……………………
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) :તા.૦5 તાપી જિલ્લા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના સંયુકત ઉપક્રમે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણીના ભાગરૂપ કામકાજના સ્થળોએ મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંર્તગત સેમીનારનું આયોજન પદ્મશ્રી રમિલાબેન ગામીતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં યબ પોલીસ અધિક્ષકશ્રી પી.એચ.ચૌધરી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ડિ.પી વસાવા, વિવિધલક્ષી ક્લ્યાણ કેંન્દ્રમાથી મીનાબેન પરમાર ઉપસ્થીત રહયા હતા.
આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ડિ.પી.વસાવાએ કાર્યક્રમની રૂપરેખા આપી કામકાજના સ્થળોએ જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સ્થાનિક ફરિયાદ સમિતિની કામગીરી અંગેની સમજ આપી હતી. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી-તાપીના કાયદા નિષ્ણાત એડ્વોકેટશ્રી નિલેશ પટેલ દ્વારા વિવિધ કચેરીઓમાથી હાજર રહેલ કર્મચારીઓને કાયદા અંગેનુ વિસ્તાર પુર્વક માર્ગદર્શન આપવામા આવ્યું હતુ. નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એચ.ચૌધરી દ્વારા મહિલાઓને વિવિધ કાયદાની જાણકારી અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતુ. પદ્મશ્રી રમિલાબેન ગામીતે સમાજમા મહિલાની વાસ્તવિક સ્થિતિ અને કાયદાની જાણકારી ન હોવાના ગેરફાયદા અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપસ્થિત મહિલાઓને જાગૃત કર્યા હતા.
00000000