‘હર ઘર તિરંગા અભિયાન, જિલ્લો ડાંગ’ : ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામોના ઘરો ઉપર લહેરાશે તિરંગો

Contact News Publisher

તા.૯, ૧૦, અને ૧૧ ઓગસ્ટના રોજ ૭૦ ગ્રામ પંચાયતોમા શણગારેલા રથના માધ્યમથી દેશભક્તિના ગીતસંગીતની સુરાવલીઓ સાથે હજારો રાષ્ટ્રધ્વજનુ કરાશે વિતરણ ;

ઠેર ઠેર ભારતમાતાના પૂજન સાથે આઝાદીના અમૃત મહોત્સવનુ માહાત્મ્ય વર્ણવાશે
રાષ્ટ્રધ્વજની આચાર સંહિતા સમજાવાશે

સામાજિક સંસ્થા પ્રયોશા પ્રતિષ્ઠાનના વીસ વર્ષ પૂર્ણ થતા યોજાશે અનેકવિધ કાર્યક્રમો
રાષ્ટ્રધ્વજના વિતરણ ઉપરાંત તા.૧૩ થી ૧૫ દરમિયાન ‘મસાલ રેલી’ પણ યોજાશે

ડાંગ જિલ્લા વહીવટી તંત્રના કાર્યક્રમોમા સક્રિય ભાગીદારી નોંધાવશે
પ્રયોશા પ્રતિષ્ઠાન

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા: તા: ૪: દેશ આખો આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના રંગે રંગાયો છે. જન જનમા આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણીનો થનગણાટ વ્યાપી ચુક્યો છે,અને તેમાયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને વ્યાપક લોક આવકાર સાંપડી રહ્યો છે. ત્યારે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના તમામે તમામ ત્રણસો અગિયાર ગામોના પ્રત્યેક ઘર ઉપર પણ તિરંગો લહેરાઈ તેવુ આયોજન જિલ્લા વહીવટી તંત્રે હાથ ધર્યું છે.
ડાંગ જિલ્લામા છેલ્લા બે બે દાયકાથી શિક્ષણ સાથે સંસ્કારબીજનુ વાવેતર કરી રહેલા પ્રયોશા પ્રતિસ્ઠાનના સહયોગથી જિલ્લામા આગામી તા.૯ થી ૧૧ ઓગસ્ટ દરમિયાન જિલ્લાની તમામે તમામ ૭૦ ગ્રામ પંચાયતોમા સમાવિષ્ઠ ૩૧૧ ગામોના પરિવારજનો તેમના ઘર ઉપર તિરંગો લહેરાવી શકે તે માટે તેમને ૫૦ હજારથી વધુ રાષ્ટ્રધ્વજનુ વિના મુલ્યે વિતરણ કરવાનુ આયોજન ઘડી કાઢવામા આવ્યુ છે.
પ્રયોશા પ્રતિસ્ઠાનના સ્થાપક-સંચાલક શ્રી પી.પી.સ્વામીએ એક મુલાકાતમા જણાવ્યા અનુસાર તા.૯ થી ૧૧ ઓગસ્ટ દરમિયાન જિલ્લામા બે જેટલા શણગારેલા રથના માધ્યમથી, દેશભક્તિના ગીતસંગીતની સુરાવલીઓ વચ્ચે, તમામે તમામ સિત્તેર ગ્રામ પંચાયતો સુધી રાષ્ટ્રધ્વજ પહોંચાડવામા આવશે. શિસ્તબદ્ધ સ્વયંસેવકો ભારતની આન, બાન, અને શાન સાથે રાષ્ટ્રધ્વજની આચાર સંહિતાનુ માહાત્મ્ય સમજાવી, ભારતમાતા-રાષ્ટ્રમાતાના પૂજન સાથે ધ્વજનુ વિતરણ કરશે. આ વેળા સમાજ શ્રેષ્ઠીઓ વિશેષ હાજરી આપશે.
ડાંગ જિલ્લાના તમામ ગામોમા નાત, જાત, અને ધર્મના ભેદભાવ વિના પૂર્ણ રાષ્ટ્રભાવના સાથે ઘરે ઘરે પ્રત્યેક પરિવાર તેમના ઘર ઉપર તિરંગો લહેરાવશે. સંભવત ; ડાંગ જિલ્લાના પ્રત્યેક ઘરો ઉપર લહેરાતો તિરંગો સો ટકા ઘરો ઉપર લહેરાઈને, દેશભરમા પ્રથમ સ્થાન હાંસલ કરે તેવા અનોખા માહોલનુ સર્જન થઇ રહ્યુ છે.
‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત યોજાઈ રહેલા આ દેશભક્તિના કાર્યક્રમ સાથે તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા, વેપારી મથક વઘઈ, અને ગિરિમથક સાપુતારા ખાતે ઢળતી સંધ્યાએ ‘મસાલ રેલી’ નુ પણ આયોજન કરાયુ છે. જેમા દેશભક્તિના ગીત, સંગીત સાથે મોટી સંખ્યામા યુવક/યુવતીઓ જોડાશે.
આ ઉપરાંત જિલ્લાના ગામેગામ પ્રભાત ફેરી, સંધ્યા ફેરી, ગ્રામ સફાઈ સહીત અનેકવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનુ પણ આયોજન કરવામા આવ્યુ છે. જેમા શ્રેષ્ઠ દેખાવ કરનારા પ્રથમ ત્રણ ગામોને અનુક્રમે રૂ.૧૧ હજાર, રૂ.૯ હજાર, અને રૂ.૭ હજારનુ પ્રોત્સાહક પારિતોષિક પણ અર્પણ કરવામા આવશે.
આમ, અનેકવિધ કાર્યક્રમોના સથવારે જિલ્લા વહીવટી તંત્રની સાથે ખભે ખભા મિલાવીને ‘પ્રયોશા પ્રતિસ્ઠાન’ ડાંગ જિલ્લામા ‘આઝાદીના અમૃત મહોત્સવ’નો મહિમા ગુંજતો કરશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other