આહવા ખાતે રક્ષાબંધનના પર્વ પહેલા યોજાયેલ ‘રાખી મેળા’મા વાંસની રાખડી આકર્ષણનુ કેન્દ્ર

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  તા: 04: આગામી રક્ષાબંધનના પાવન પર્વને અનુલક્ષીને આહવા સ્થિત જૂની કલેકટર કચેરીની સામે ‘મહિલા સપ્તાહ’ અંતર્ગત મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળી રહે તે માટે, ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ‘રાખી મેળા’નુ આયોજન કરાયુ છે. આ રાખી મેળાના સ્ટોલમા સ્થાનિક બહેનો દ્વારા વાંસમાથી બનાવેલ રાખડી આકર્ષણનુ કેન્દ્ર બની છે.

ડાંગ જિલ્લાની સહેલી સખી મંડળ, ચિચિનાગાવઠાની બહેનો, જોઓ એકલવ્ય ફાઉડેશન દ્વારા વાંસમાથી રાખડી બનાવવાની ટ્રેનિંગ લીધા બાદ 1 મહિનાના ઓછા સમયગાળામા જ સુંદર વાંસની રાખડીઓ બનાવી છે. સહેલી સખી મંડળ સાથે જોડાયેલા પ્રિતીબહેને જણાવ્યુ હતુ કે, તેઓના ગૃપને માટી કામ બોર્ડ વિભાગ પ્રોજેક્ટ ગાંધીનગર અંર્તગત એકલવ્ય ફાઉડેશન દ્વારા ટ્રેનિંગ આપવામા આવી હતી, જેઓ હવે અન્ય બહેનોને પણ ટ્રેનિંગ આપી રહ્યા છે. તેઓની સાથે 15 જેટલી મહિલાઓ જોડાયેલ છે.

આહવા ખાતે આયોજિત સખી મંડળના આ 5 જૂથો દ્વારા હેન્ડીક્રાફ્ટ, રાખડી, કપડા તેમજ નાગલીની વિવિધ બનાવટોના સ્ટોલ રાખવામા આવેલ છે. ડાંગ જિલ્લાના વિવિધ ગામથી આવતા લોકો આ ‘રાખી મેળા’ની મુલાકાત લઇ રહ્યા છે.

મહિલા સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલાઓને તાલીમ આપીને, તેઓને આજીવિકાલક્ષી પ્રવૃતિઓ સાથે સાંકળવામા આવે છે. આ ઉમદા પ્રયાસના ભાગરૂપે અને રક્ષાબંધનના તહેવારને ધ્યાનમા રાખીને તા.૧લી ઓગસ્ટથી તા.૮મી ઓગસ્ટ સુધી આહવા ‘રાખી મેળા’ આયોજિત કરવામા આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *