ગિરિમથક સાપુતારા ખાતે શિલ્પી હોટલના પાછળના ભાગે ગંદકીનું સામ્રાજ્ય
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રખ્યાત શિલ્પી હોટલ જેનું આજે ગુજરાત ભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે તેવામાં સપૅ ગંગા તળાવ થી ત્રણસો ફૂટ અંતરે શિલ્પી હોટલ આવી છે.જયારે સપૅ ગંગા તળાવ અવર ફલો થઈ જવાથી શિલ્પી હોટલના પાછળના ભાગ થી પસાર થતા શિલ્પી હોટલના સ્ટાફ દ્વારા ગંદુ અને ગોબરુ કચરો નાખવામાં આવી રહ્યો છે.અને ગંદુ ગટરનું પાણી સીધું નવાગામ ડેમમાં ભળી જવાથી નવાગામના ગ્રામજનો રોષે ભરાઇ ગયા છે. કેમકે આજે એ લોકો ને નવાગામ માં બનાવવામાં આવેલ ડેમનુ પાણી ફિલ્ટર વગરનું પીવા અને વપરાશ માટે વાપરવામાં આવી રહ્યું છે જેથી લોકોને તાવ, ખાંસી, ઉલ્ટી જેવી બીમારી જોવા મળવાથી લોકો અચંબામાં પડી ગયા છે.તેવામા નવાગામ ગ્રામ જનોની માંગ છેકે ડાંગ જિલ્લાના કલેક્ટર શિલ્પી હોટલના માલિક વિરુદ્ધ કડક પગલાં લેય એ જરુરી બન્યું છે.