તાપી : મગરકુઇ આશ્રમશાળામાં નોટબુક વિતરણ 

0
IMG-20220803-WA0018
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વ્યારા તાલુકાના મગરકુઇ ગામે કૈવલ જ્ઞાન આશ્રમ શાળા આવી છે. આ આશ્રમ શાળામાં ધોરણ 1 થી 9 પ્રાથમિક પ્રાથમિક વિભાગમાં તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર તથા ડાંગ જિલ્લાના કપરાડા સહીત ગ્રામીણ વિસ્તારના 145 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આજ રોજ બુધવારે  વ્યારા સ્થિત માધવ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓના સહયોગથી આશ્રમ શાળાના સંચાલકો શિક્ષકોની ઉપસ્થિતિમાં ધોરણ 1 થી 3 ના બાળકોને બેગ, સ્લેટ અને દેશી હિસાબ તથા ધોરણ 4 થી ઉપરના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી હતી. સાથે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ સુંદર પ્રાર્થના રજુ કરી હતી તથા નોટબુક મેળવી વિદ્યાર્થીઓએ ખસી વ્યક્ત કરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *