તાપી જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો
“ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫” અને મહિલાઓના અધિકારો અંગે જાગૃત અંગે સેમિનાર યોજાયો
…………………
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.01: તાપી જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી જિલ્લા સેવા સદનના ઓડિટોરીયમ તાપી ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-તાપી દ્વારા સેમિનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં “મહિલા સુરક્ષા દિવસે” તાપી જિલ્લામાં બહેનોને “ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫” અને મહિલાઓના અધિકારો અંગે જાગૃત થાય હેતુસર અને “નારી વંદન ઉત્સવ” ના ભાગરૂપ સેમીનારનો આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડી.પી. વસાવા (ડી.પી.ઓ.) દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. જેમાં કાયદા નિષ્ણાંત તરીકે નિલેશભાઇ પટેલ દ્વારા ઘરેલુ હિંસા અધિનિય-૨૦૦૫”ની કાયદાકીય જોગવાયો અને મહિલાઓની સરળ ભાષામાં કાયદાની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ મહિલા પોલીસ સ્ટેશના શારદાબેન ગામીત (એ.એસ.આઇ.) દ્વારા મહિલા પોલીસ સ્ટેશન અને મહિલાઓના કાયદાઓની વાસ્તવિક પરિસ્થિતીનો ચિતાર આપવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા સેવા કાનુની સત્તા મંડળમાંથી આવેલ મીનાબેન પરમાર (પેરાલીગલ) દ્વારા મહિલાઓને અધિકારો અને ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓની પરિસ્થિતી વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં તાપી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ધર્મેશ વસાવા, શારદાબેન ગામીત -૧૮૧ મહિલા પોલીસ સ્ટેશન, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
000000000000