જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હરીપુરા ખાતે ભારતમાતા પૂજન કરાયું અને આઝાદીનો ભૂતકાળ અને વારસાનો ગૌરવ માણ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા આઝાદીના મહોત્સવ નિમિત્તે ભારતમાતા પૂજનનું આયોજન કર્યું. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા. જેમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્વારા પ્રસંગોચિત ઉદબોદન કર્યું, કે આં ઉત્સવ સ્વતંત્ર ભારતમાં શ્વાસ લેવાના સૌભાગ્યનો, વીર હીદોના પરિવારનું સન્માન કરવાનો. આઝાદી અપાવનાર ક્રાંતિવીરો અને સ્વાતંત્રીય સેનાનીઓના ઋણ – સ્વીકારનો બાળકોમાં રાષ્ટ્રભક્તિના બીજ રોપવાનો, ભારતમાં રાષ્ટ્રભાવનાનું વાતાવરણ બનાવવાનો ભારતમાતાની પૂજા આરતી કરવાનો, આ એક અનેરો ઉત્સવ છે. આજના આ આઝાદીના ૭૫ વર્ષો પૂર્ણ થવાથી તાપી જીલ્લાની ૭૫ શાળામાં ભારતમાતા પૂજન અને આઝાદીના ગૌરવ વિશે સૌભાગ્ય પ્રાપ્ત કરવાનો આનંદ વ્યક્ત કર્યો અંતે રાષ્ટ્રગાન ગાઈ ને સૌ ચા – નાસ્તો અલ્પાહાર કરીને છુટા પડ્યા.