શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યાગુર્જરી પ્રાથમિક/ માધ્યમિક શાળામાં ” આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારતમાતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કાર્યક્રમમાં વ્યારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી જેઓ સંસ્થાના ટ્રસ્ટી પણ છે એવા માનનીયશ્રી કેયુરભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી શાળાના આચાર્યશ્રી જયભાઇ વ્યાસે કેયુરભાઇનું પુષ્પગુચ્છથી અને શાબિક અભિવાદન કરી એમના કાર્યોને બિરદાવી ખરા અર્થમાં ભારતમાતાની સેવા કરી રહ્યા છે. એ વિશે માહિતી આપી.
શ્રી કેચુરભાઇના હસ્તે ભારતમાતાની પૂજા કરી આરતી ઉતારી ભારતમાતાને આપણે માતાકેમ કહીએ છીએ છે એ વિશે જણાવ્યું કે જેમ આપણી માતા જનની કાળજી લે છે તેવી જ રીતે ભારતમાતા ધરતીમાતા પણ આપણને સારું-ખાન-પાન આપી પોષણ કરે છે રક્ષણ કરે છે. એમણે એ પણ જણાવ્યું કે આખા વિશ્વમાં આપણો એક દેશ એવો છે કે જ્યાં આપણે દેશને માતા તરીકે સંબોધીએ છીએ.
વિશેષમાં એમણે જણાવ્યું કે આપણો દેશ નારી શક્તિ પ્રધાન છે. આપણે નારીઓને સન્માનીએ છીએ પૂજીએ છીએ. હાલમાં જ નવા નિયુક્ત થયેલા આપણા રાષ્ટ્રપતિ નારી શક્તિ શ્રીમતી દ્રોપદી મૂર્મુજી વિશે પણ એમણે જાણાવ્યું. એટલે જ આપણે ભારતમાતાને પણ પૂજીએ છીએ. અને માતા કહીએ છીએ.
“ભારતતમાતા કી જય’ ના નારા બોલાવી વ્યક્તવ્ય પૂર્ણ કરેલ.