તાપી જિલ્લામાં તા.૨૯ થી ૩૧ જુલાઈ ૨૦૨૨ દરમ્યાન યોજાયેલ કોવિડ વેક્સિનેશન મહાઝૂંબેશ દરમ્યાન ૪૦૩૨૯ વ્યક્તિઓનું કોવિડ વેક્સિનેશન થયુ
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.01: તાપી જિલ્લામાં કોવિડ વેક્સિનેશન અંતર્ગત બીજો ડોઝ ડ્યુ લાભાર્થી તથા પ્રિકોશન ડોઝ ડ્યુ લાભાર્થીઓના વહેલી તકે વેક્સિનેશન થઈ જાય તે સુનિશ્ચિત કરવા “કોવિડ વેક્સિનેશન અમૃત મહોત્સવ” યોજવાનું નક્કી કરવામાં આવેલ હતુ. જે અન્વયે તા.૨૯-૦૭-૨૦૨૨ થી તા.૩૧-૦૭-૨૦૨૨ દરમિયાન કોવિડ વેક્સિનેશન મહા ઝૂંબેશનું આયોજન તાપી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ હતુ. આ મહાઝૂંબેશ દરમ્યાન આરોગ્ય વિભાગ દ્વારા હર ઘર દસ્તક અંતર્ગત ઘર ઘર ફરી આરોગ્ય સંસ્થાઓ ખાતે વેક્સિનેશન સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ઝૂંબેશ દરમ્યાન કૂલ-૪૦૩૨૯ લાભાર્થીઓને કોવિડ વેક્સિનેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૩૦૬ પ્રથમ ડોઝ, ૧૦૦૯ બીજો ડોઝ અને ૩૯૦૭૫ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં કોવિડ વેક્સિનેશન ઝૂંબેશને જાહેર જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
00000000000000