તાપીના સોનગઢ તાલુકાના મહારાજા અગ્રસેન ભવન ખાતે “ઉજ્જવળ ભારત: ઉજ્જવલ ભવિષ્ય: પાવર@૨૦૪૭” કાર્યક્રમ ન.પા ઉપપ્રમુખ ભાવના ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયો

Contact News Publisher

“ઉજ્જવળ ભારત: ઉજ્જવલ ભવિષ્ય: પાવર@૨૦૪૭”

(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.30: રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સેતુ સાધીને ઉર્જા વિભાગની મુખ્ય સિદ્ધિઓને જનસમૂહ સમક્ષ મૂકવા “ઉજ્જવળ ભારત: ઉજ્જવલ ભવિષ્ય: પાવર@૨૦૪૭” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં આજરોજ સોનગઢ તાલુકાના મહારાજા અગ્રસેન ભવન ખાતે “ઉજ્જવળ ભારત: ઉજ્જવલ ભવિષ્ય: પાવર@૨૦૪૭” કાર્યક્રમ ન.પા ઉપપ્રમુખ ભાવના ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
અધ્યક્ષસ્થાનેથી ભાવનાબેને જણાવ્યું હતું કે, ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય: પાવર @2047 ની છત્રછાયા હેઠળ વધુ લોકભાગીદારી અને વીજ ક્ષેત્રના વિકાસને નાગરિકો સુધી પહોંચાડવા માટે સમગ્ર દેશમાં વિજળી મહોત્સવો ઉજવવામાં આવી રહ્યા છે. તેમણે સરકારે 2020ના વીજળી નિયમો કે ગ્રાહકોના અધિકારો અંગે વિસ્તૃત માહિતી આપતા ઉમેર્યુ હતું કે, નવું કનેક્શન મેળવવા માટેની સરકારશ્રી દ્વારા મહત્તમ સમય મર્યાદા જાહેર કરવામાં સાથે ગ્રાહકો હવે રૂફ ટોપ સોલાર અપનાવીને ગ્રાહકો કન્ઝ્યુમર નહિ પ્રોઝ્યુમર બની રહ્યા છે. તેમણે સમયસર બિલિંગ સુનિશ્ચિત કરવા, મીટર સંબંધિત ફરિયાદોના નિરાકરણ અને રાજ્ય નિયમનકારી સત્તા અન્ય સેવાઓ માટે ડિસ્કોમ ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે 24X7 કોલ સેન્ટર અંગે જાણકારી આપી હતી. તેમણે 2018 માં 987 દિવસમાં 100% ગ્રામ વિદ્યુતીકરણ (18,374) હાંસલ કર્યું અંગે જણાવી રાજ્ય સહિત તાપી જિલ્લામાં ડી.જી.વી.સી.એલ વિભાગની કામગીરીની સરાહના કરી વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં સુપ્રિટેન્ડન્ટ એન્જીનીયરશ્રી એ.જી.પટેલે પ્રાસંગીક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ભારત દેશ માં ઊર્જા ઉત્પાદન ક્ષમતા 2014માં 2,48,554 મેગાવોટથી વધીને આજે 4,00,000 મેગાવોટ થઈ છે જે દેશ ની માંગ કરતાં 1,85,000 મેગાવોટ વધુ છે. દેશ હવે ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે આત્મ નિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે અને તેના પાડોશી દેશોમાં વીજળીની /ઊર્જા ની નિકાસ કરી રહ્યું છે. 1,63,000ckm ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જે સમગ્ર દેશને એક ફ્રીક્વન્સી પર ચાલતા એક ગ્રીડમાં જોડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે.જે કામ સૌથી મોટું કામ પાર પાડયું છે. આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે 1,12,000 મેગાવોટ વીજળી ખુબજ ઝડપ થી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. તેમણે COP21માં આપવામાં આવેલ વચનના પ્રસંગને યાદ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2030 સુધીમાં અમારી ઉત્પાદન ક્ષમતા 40% પુન:પ્રાપ્ય સ્ત્રોતોમાંથી હશે. અમે નિર્ધારિત સમય કરતાં 9 વર્ષ વહેલા નવેમ્બર 2021 સુધીમાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આ એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે આજે આપણે પુન:પ્રાપ્ય સ્ત્રોતો દ્વારા 1,63,000 MW વીજળી જનરેટ કરી રહ્યા છીએ. અને વિશ્વમાં ઝડપી ગતિએ પુન:પ્રાપ્ય ઉર્જાની ક્ષમતા સ્થાપિત કરી રહ્યા છીએ. રૂ. 2,01,722 કરોડના કુલ ખર્ચ સાથે અમે છેલ્લાં પાંચ વર્ષમાં વિતરણ માળખાને મજબૂત બનાવ્યું છે – 2,921 નવા સબ-સ્ટેશનો બનાવીને, 3,926 સબ-સ્ટેશનોનું વિસ્તરણ, 6,04,465 ckm LT લાઈનો સ્થાપિત કરીને, 2,68,8138 KV HT લાઇન્સ, 1,22,123 ckm કૃષિ ફીડરનું ફીડર અલગ કરવું અને ઇન્સ્ટોલ કરવું વગરે કામગીરી નો સમાવેશ થાય છે. 2015માં ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠાના સરેરાશ કલાકો 12.5 કલાક હતા જે હવે વધીને સરેરાશ 22.5 કલાક થયા છે. મહિનામાં 100% ઘરગથ્થુ વિદ્યુતીકરણ (2.86 કરોડ) પ્રાપ્ત કર્યું. જે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિફિકેશન ડ્રાઇવ તરીકે ઓળખાય છે. 2018 માં 987 દિવસમાં 100% ગ્રામ વિદ્યુતીકરણ (18,374) હાંસલ કર્યું. 18 મહિનામાં 100% ઘરગથ્થુ વિદ્યુતીકરણ (2.86 કરોડ) પ્રાપ્ત કર્યું. અંતે તેમણે સોલાર પંપ અપનાવવા માટેની યોજના જેમાં – કેન્દ્ર સરકાર 30% સબસિડી આપશે અને રાજ્ય સરકાર 30% સબસિડી આપશે. આ ઉપરાંત 30% લોનની સુવિધા પણ મળી રહ્યા અંગે જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં લાભાર્થીઓને વિજ જોડાણના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓ પૈકી એક સોનગઢ તાલુકાના તરસાડી ગામના વતની શ્રી અર્જુનભાઇ ગામીતે જણાવ્યું હતું કે, “મે વર્ષ 2020-21 દરમિયાન ટી.એસ.પી.યોજના હેઠળ વિજ જોડાણ મેળવેલ છે. જેથી અમારા પરિવારને ખુબ રાહત મળી છે જેના માટે હું રાજ્ય સરકાર સહિત ડી.જી.વી.સી.એલ વિભાગનો ખુબ ખુબ આભારી છું.”
આ સાથે સોનગઢ સાર્વજનિક શાળાના બાળકો દ્વારા આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ, સુરતની “ઝીરો લેવલ પોરટેશન” નાટક મંડળી દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર નુક્કડ નાટક અને પાવર સેક્ટર પર ટૂંકી ફિલ્મોના સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માજી મંત્રીશ્રી કાંતીભાઇ ગામીત, ગીતાબેન ગામીત, નયનાબેન ગામીત, ફાલ્ગુની કોંકણી, ચીફ મેનેજર પાવર ગ્રીડ જનકભાઇ, ડી.જી.વી.સી.એલના કા.પા.ઇ મહેશ પટેલ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.આર.ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના ડી.જી.વી.સી.એલના કર્મચારી અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સુપેરે પાર પાડયો હતો.
0000000000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other