વરલી મટકાના હારજીતના આંકડા ઉપર જુગાર રમતા જુગારીઓને રૂ. ૧૯,૭૧૦ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર / મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને, આજરોજ પો.ઇન્સ.શ્રી , આર.એમ.વસૈયા , પોલીસ ઈન્સ્પેકટર , એલ.સી.બી.તાપીએ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે શ્રી, વાય.એસ. શિરસાઠ , પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી – વ્યારા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહી / જુગાર અંગેની રેઇડમાં નિકળેલ હતા તે દરમ્યાન અ.પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે મૌજે.ટોકરવા ગામની સીમમાં દાદરી ફળીયા સોનગઢ થી આહવા જતા રોડ ઉપર ખુલ્લી પડતર જગ્યામાં આવેલ એક ખુલ્લા ઝુપડામાં તા.સોનગઢ જી.તાપી ખાતે જાહેરમાં ગંજી પાનાનો જુગાર રમતા આરોપીઓ- ( ૧ ) ચંદ્રકાંતભાઇ છનાભાઇ ગામીત રહે , ચીમકુવા અક્ષર ફળીયા તા.સોનગઢ જી.તાપી ( ૨ ) વસનજીભાઇ બાજીયાભાઇ ગામીત ઉ.વ .૫૫ રહે , ચર્ચાપલધારા રોડ ફળીયુ તા.સોનગઢ જી.તાપી ( ૩ ) ઉમેશભાઇ જેઠીયાભાઇ ગામીત રહે , ટોકરવા દાદરી ફળીયુ તા.સોનગઢ જી , તાપી ( ૪ ) ગુલીયાભાઇ કાનીયાભાઇ ગામીત રહે , ગાયસવાર પટેલ ફળીયુ તા.સોનગઢ જી , તાપી ( ૫ ) સરસીંગભાઇ દેવજીભાઇ કોંકણી રહે , આંબા પટેલ ફળીયુ તા.સોનગઢ જી , તાપીને મુંબઈથી નિકળતા મિલન અને કલ્યાણ બજારના વરલી મટકાના હારજીતના આંકડા ઉપર જુગાર રમાડી અલગ અલગ દરની ચલણી નોટો તથા સિક્કા મળી રોકડા રૂપિયા ૧૬,૨૧૦ / – મોબાઇલ નંગ -૨ કિ.રૂ .૩,૫૦૦ / – મળી કુલ્લે કિ.રૂ .૧૯,૭૧૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં જુગારધારા કલમ – ૧૨ – અ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ

શ્રી વાય.એસ. શિરસાઠ , પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને અ.હે.કો. અનિરુધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો.લેબજીભાઈ પરબતજીભાઈ, અ.પો.કો.પ્રકાશભાઈ રામાભાઈ, અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇ,  અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો.બ્રીજરાજસિંહ રસીકસિંહ,  અપો.કો.વિનોદભાઇ ગોકળભાઇએ કામગીરી કરેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other