વઘઇ તાલુકાના ભદરપાડા ગામ ખાતે સજીવ તથા પ્રાકૃતિક ખેતી અંગે તાલીમનું આયોજન કરવામાં
(અજુઁન જાધવ દ્વારા, વઘઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇ (ડાંગ) દ્વારા વઘઇ તાલુકાના ભદરપાડા ગામ ખાતે સજીવ ખેતી તથા પ્રાકૃતિક ખેતીની ઉડી સમજણ આપવામાં આવી હતી. આ તાલીમમાં ડો. જે. બી. ડોબરીયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા ડાંગર, નાગલી, વરી, તુવેર, મકાઇ અને મગફળીના પાકોમાં સારું ઉત્પાદન લેવા અને જમીનને ફળદ્રુપ બનાવવા વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યા હતા. તાલીમમાં ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો જેવા કે ડાંગરમાં ગાભમારાની ઇયળ, નાગલી પીળી પડી જવી, ડાંગરમાં ભૂગલી વળી જવી, તુવેરમાં સુકારો આવવો તથા ગાય અને વાછરડામાં આવતા રોગ અને જીવાત પર પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
ડો જે. બી. ડોબરીયા દ્વારા ખેડૂતોને ઓડિયો-વિઝ્યુલ માધ્યમથી આ દરેક પ્રશ્નોનું નિરાકરણ કરી ખેતીના નિષ્ણાતના માર્ગદર્શન પ્રમાણે ખેતી, પશુપાલન, બાગાયત અને મત્સ્યઉધોગ કરવાની સલાહ આપી હતી. આ તમામ ખેડૂતોએ રસપૂર્વક ભાગ લઈ ગામમાં વધુ તાલીમનું આયોજન થાય તેવો આગ્રહ જતાવ્યો હતો.