સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવતા વઘઇ તાલુકા કોંગ્રેસ દ્વારા વઘઇ ગાંધી બાગ ખાતે વિરોધ પ્રદશઁન

Contact News Publisher

(અજુઁન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ તાલુકા કોંગ્રેસ દ્વારા વઘઇ ગાંધી બાગ ખાતે કેન્દ્ર સરકારના ઈશારે એન્ફ્રોર્સમેન્ટ ડીરેક્ટરોરેટ દ્વારા કોંગ્રેસ પ્રમુખ આદરણીય શ્રી સોનિયા ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોઈ પણ પુરાવા કે હકીકતોના આધાર વિના ઈડીનો વ્યક્તિગત, દ્રેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.સત્ય માટેની આ લડાઈ માટે એકતા અને શાંતિપૂર્વક દેખાવોને શાંતિપૂર્વક અને અહિસંક રીતે ધરણાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સંમિતિ નાં પ્રમુખ મોતીલાલ ચૌધરી ના આગેવાની માં યોજવામા આવ્યા હતા.જેમાં પ્રદેશ કોંગ્રેસ ના તબરેઝ અહેમદ(બબલુ),વિધાનસભા પ્રભારી રામ ચૌહાણ,વઘઇ તાલુકા પ્રમુખ ગમન ભોંયે,યુવા પ્રમુખ રવિરાજ છગન્યા,રોશની બેન,અર્જુન જાદવ,ચિકાર સરપંચ રમેશ પવાર,માજિદ ખલિફા મોટી સંખ્યા માં હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *