તાપી જિલ્લા યુવા જોગ : પ્રાદેશિક ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર ૨૦૨૨-૨૩ માટે આયોજન કરાયું
૨૦ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતિઓ તાલીમ શિબિર ભાગ લઇ શકશે
…………
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી)તા.25: રાજ્યના તમામ યુવક યુવતિઓ આત્મવિશ્વાસ સાથે સરકારી/બિનસરકારી સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષા માટેના ઈન્ટરવ્યુ આપી શકે તે હેતુ માટે પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રાદેશિક ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન ઓગસ્ટમાં હાથ ધરવામાં આવશે.
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે યોજાનાર આ શિબિરમાં ભાગ લેવા માંગતા ૨૦ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતિઓએ નીચે જણાવેલ વિગતો સહ પોતાની અરજી તારિખ ૩૧/૦૭/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમતગમત કચેરી C/o જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી-તાપી. જિલ્લા સેવા સદન, બ્લોક નં-૬, પ્રથમ માળ તાપી ખાતે મોકલી આપવાની રહેશે.
પ્રાદેશિક ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર ૨૦૨૨-૨૩ માટે જે તે પ્રદેશમાં સમાવિષ્ઠ જિલ્લાઓ(1) અમદાવા પ્રદેશમાં:- સમાવિષ્ટ જિલ્લાઓ અમદાવાદ, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ,(2) વડોદરા પ્રદેશમાં:-વડોદરા, તાપી, સુરત, વલસાડ, નવસારી, , ભરૂચ, નર્મદા, ડાંગ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર (3) રાજકોટ પ્રદેશમાં:- રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર,જુનાગઢ, દેવબૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રાદેશિક ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર ૨૦૨૨-૨૩ માં ભાગ લેવા માંગતા તાપી જિલ્લાના અરજદારે પોતાની અરજીમાં (૧) પોતાનું પૂરુંનામ અને સરનામું (ર) સંપર્ક નંબર (3) જન્મનું પ્રમાણપત્ર (૪) શૈક્ષણિક લાયકાત-આધાર પૂરાવા સહ (૫) રોજગાર વિનિમય કચેરીમાં નોંધણીની વિગતો (૬) પાસપોર્ટ સાઈઝનો તાજેતરમાં પડાવેલો ફોટો (૭) આધારકાર્ડની નકલ. વગેરે સામેલ કરી પોતાની અરજી મોકલવાની રહેશે. પસંદ થયેલ યુવક યુવતિઓને શિબિરની તારીખ બાબતે ટેલિફોનિક જાણ કરવામાં આવશે એમ તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
0000000000000000000