તાપી જિલ્લા જાહેર જનતા જોગ : સરદાર પટેલ રાષ્ટ્રીય પુરસ્કાર-૨૦૨૨ અંગે નામાંકન કરવા જોગ
(માહિતી બ્યુરો વ્યારા) તા.૧૮: ભારત સરકાર દ્વારા સંસ્થાપિત ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર, 2022’ તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ એનાયત કરવામાં આવનાર છે. જેથી આ પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા હોય તેવા વ્યક્તિ/સંસ્થાઓ/સંગઠનને સદર પુરસ્કાર માટેના નામાંકન/ભલામણ ઓનલાઈન મંગાવવામાં આવ્યા છે.
ભારતના નાગરિકો/સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલ આ નોંધપાત્ર યોગદાનનું સન્માન કરવા માટે “સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર” પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા હોય તેવા વ્યક્તિ/સંસ્થાઓ/સંગઠનને સદર પુરસ્કાર પ્રદાન કરવા માટેના નામાંકન/ ભલામણ માત્ર ઓનલાઈન પોર્ટલ www.awards.gov.in પર ઉપલબ્ધ નિયત નમુનામાં તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી સ્વીકારવામાં આવશે. એમ નિવાસી અધિક કલેક્ટરશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦