તાપી જિલ્લામાં વરસાદ ધીમો પડતાની સાથે રસ્તા- કોઝવેનું મરામત અને રીપેરીંગના કામ પુર જોશમાં કરી રહેલું તાપી જિલ્લા તંત્ર
તાપી જિલ્લામાં બંધ રસ્તા અને નુકસાન પામેલા રસ્તાની રીપરિંગ કાર્યની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડિયા
……………….
સોનગઢ તાલુકાના ગામોની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડિયા :
……………………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી), તા.૧૮ :તાપી જિલ્લામાં વરસાદ ઘીમો પડતાંની સાથે જ રસ્તા રીપેરીંગનું કામ પુર જોશમા શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં સોનગઢ તાલુકામાં ચાલુ થયેલા રોડ રસ્તાના રીપેરીંગના કામોની રૂબરૂ મુલાકાત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ લીધી હતી.
તાપી જિલ્લામાં વરસાદના કારણે થયેલા રસ્તાના નુકશાન અંગે વરસાદ ઓછો થતા જ ત્વરીત મરામત હાથ ધરવામાં આવી રહી છે. જે જગ્યાએ રસ્તા હાલ રીપેરીંગ થઇ રહ્યા છે, તે તમામ રસ્તાઓ અને કોઝવેના કામો વહેલી તકે પુર્ણ કરવામાં આવે તેઓ આગ્રહ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાખી રહ્યા છે. ડી.ડી.ઓશ્રીએ ખાસ સોનગઢ ખાતે તાપીના પ્રવાસન સૌંદર્ય એવા ચિમેર ધોધ વાળા રસ્તાની મુલાકાત કરી નવો રસ્તો બને તે માટે પ્રયત્ન થશે તેમ સંબંધિત અધિકારીશ્રીઓને સુચનો આપ્યા હતા. વધુમાં જિલ્લામાં જે લોકોના ખેતી, પાકને નુકશાન થયું છે તે અંગે સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.જેના અંગે રીપોર્ટ તૈયાર કરી વહેલી તકે વિભાગને સોંપશે ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
ડી.ડી.ઓશ્રીએ મુલાકાત દરમિયાન ગુનખડી કૉઝવે, ટાપરવાળા કૉઝવે, વન વિસ્તરમાં આવેલ શ્રાવણીયા રસ્તાઓને આવરી લેવામાં આવ્યા હતા.
આ વેળાએ સરપંચશ્રી કૈલાસબેન ગામીત, પદ્મશ્રી રમીલાબેન ગામીત, જયરામભાઈ ગામીત તથા ગામના લોકો અને આગેવાનો સાથે જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં રસ્તાઓના મરામત માટે તાલુકા વાર એન્જીનીયરોની ટીમ કાર્યરત કરી નુક્શાન પામેલ અને બંધ રસ્તાઓ ઝડપથી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી જિલ્લા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦