તાપી જિલ્લામાં કુલ 81 વિદ્યાસહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.૧૬ : તાપી જિલ્લામાં વિદ્યાસહાયક ભરતી કેમ્પ -2022 તા.૧૩/૦૭/૨૦૨૨ ના રોજ યોજાયો હતો. વ્યારા ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સરિતાબેન વસાવાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના બી.આર.સી. ભવનમાં કુલ 81 વિદ્યાસહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા.
આ ભરતી કેમ્પમાં ધોરણ 1 થી 5 કુલ 39 ઉમેદવારો પૈકી 38 ઉમેદવારો હાજર રહ્યા હતા જ્યારે 01 ઉમેદવાર ગેરહાજર રહ્યો હતો.. ધોરણ 6 થી 8માં ગણિત અને વિજ્ઞાન વિષયમાં કુલ 17 પૈકી 16 ઉમેદવારો હાજર રહ્યા હતા જ્યારે 01 ઉમેદવાર ગેરહાજર રહ્યો હતો. ભાષા વિષયમાં કુલ 10 ઉમેદવારો પૈકી 08 ઉમેદવારો હાજર રહ્યા હતા જ્યારે 01 ઉમેદવાર ગેરહાજર રહ્યો હતો. અને 01 ઉમેદવારે પોતાનો હક્ક જતો કર્યો હતો . સાથે જ સામાજિક વિજ્ઞાનમાં કુલ 22 જગ્યાઓ માથી 19 ઉમેદવરો હાજર રહ્યા હતા. જ્યારે 02 ગેરહાજર રહ્યા હતા. જ્યારે 01 ઉમેદવારે પોતાનો હક્ક જતો કર્યો હતો.
આમ કુલ 1 થી 5 માં નિમણૂક મેળવેલ ઉમેદવારોની સંખ્યા 38 તેમજ 6 થી 8માં ભાષાના આધારે કુલ 08 તથા ગણિત અને વિજ્ઞાન વિષયના કુલ 16 અને સામાજિક વિજ્ઞાન વિષયના કુલ 19 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
વિદ્યાસહાયક 2022 પસંદગી સમિતિના સભ્યો જિલ્લા શિક્ષણાધિકારી પ્રતિનિધિ ગોવિંદભાઈ ગંગોડા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્ય જે. ડી. પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, સંઘના પ્રમુખો આ ભરતી કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા.
000000