તાપી જિલ્લાના બુહારી ગામના ઉપસરપંચ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી સુરજ દેસાઈએ પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરતા તાપી કલેક્ટરને આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના પત્રકાર જીગર શાહ ઉપર જીવલેણ હુમલો કરીઉપસરપંચ સુરજ સત્યજીત દેસાઈ જેઓ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી હોય તેમના પરિવાર દ્વારા બુહારી ગામ પંચાયતના વિવિધ હોદ્દાઓનો દુરુપયોગ કરી કરવામાં આવેલ કથિત ભષ્ટાચાર બાબતે પત્રકાર જીગર શાહ દ્વારા અખબારમાં અવારનવાર અહેવાલ લખવામાં આવેલ તેમજ કથિત ભ્રષ્ટાચાર અગેની સંબધિત વિભાગોને થયેલી લેખિત ફરિયાદોમાં સરકારશ્રી કક્ષાએથી તપાસ ચાલી રહી છે. આ તપાસથી સુરજ દેસાઇ અને તેના પરિવારને નુકશાન થાય તેમ છે. તેથી સુરજ દેસાઈ પત્રકાર જીગર શાહ સાથે અંગત અદાવત રાખતા રાખતા. તા.૧૩-૭-૨૦૨૨ના રોજ પૂર્ણા નદીના પૂરના પાણી બુહારી ગામમાં ફરી વળતા જીગર શાહે તાપી જીલ્લા વહીવટી તંત્રને પૂરના પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી.તેથી વહીવટી તંત્રના અધિકારીઓ ૧૩મી જુલાઈના રાત્રિના ૧૦.૦૦ વાગ્યે ના અરસામાં બુહારી ગામે પહોંચયા હતા.અધિકારીઓને પુરના પાણીના નિકાલ માટે કેટલાક બાંધકામો અને માટી પુરાણ અડચણરૂપ હોવાનું ધ્યાને આવ્યું હતું. તેથી અધિકારીઓ પુરના પાણીથી વધુ નુકશાન ન થાય તે માટે અડચણો દૂર કરે તેવી શક્યતા હતી તે વાતની જાણ સુરજ દેસાઈ હતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થળ ઉપર પત્રકાર જીગર શાહ પણ હાજર હોય આ બધુ જીગર શાહ કરાવે છે. જીગર શાહ ફરીયાદ કરીને પોતાના પરિવારના બાંધકામો દુર કરાવે છે તેવો વહેમ રાખી સુરજ દેસાઇએ પત્રકાર જીગર શાહ પર જીવલેણ અને હિચકારો હુમલો કર્યો હતો. સુરજ દેસાઇએ જાનથી મારી નાંખવાના ઇરાદે જીગર શાહના માથામાં લાકડીનો ફટકો માર્યો હતો, ત્યાર પછી ચક્કર ખાઇને ફસડાઇ પડેલા જીગર શાહનો જીવ લેવાના ઇરાદે સુરજ દેસાઇએ હુમલો ચાલુ રાખ્યો હતો. જેમ તેમ કરીને ભાગીને જીગર શાહે પોતાનો જીવ બચાવ્યો હતો. આ હુમલો કરનાર સુરજ દેસાઇ સામે વાલોડ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
સુરજ દેસાઈ અને તેના પરિવારનો કથિત ભ્રષ્ટાચાર પત્રકાર જીગર શાહે ઉજાગર કર્યો હોવાથી ભાજપના મહત્ત્વના પદ પર રહેલા સુરજ દેસાઈએ પત્રકાર પર હિચકારી અને જીવલે હુમલો કર્યો.