ભારે વરસાદને કારણે મૃત્યુ પામેલા બે વ્યકિતઓના પરિવારજનો સહીત ૪ પશુ મૃત્યુ પેટે પશુપાલકોને ત્વરિત સહાય ચુકવતી સંવેદનશીલ રાજ્ય સરકાર
સપૂર્ણ અને અંશતઃ નાશ પામેલા ઘરો સામે પણ સહાય ચૂકવાઈ ;
–
(અજુઁન જાધવ દ્વારા, વઘઈ ) :: ડાંગ જિલ્લામા નોંધાયેલા ભારે વરસાદને પગેલ ગત સપ્તાહે નોંધાયેલા બે માનવ મૃત્યુ સામે, રાજ્ય સરકારે ત્વરિત કામગીરી હાથ ધરી, કમનસીબ મૃત્યુઓ ભોગ બનનારા બે વ્યક્તિઓના પરિવારજનોને કુલ રૂ.૮ લાખની સહાયની ચુકવણી કરી સંવેદનશીલતા દાખવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામા માનવ મૃત્યુ સાથે ૧૪ જેટલા મૂંગા પશુઓના પણ મૃત્યુ નોંધાયા છે. જે પૈકી ૪ કેસોમા કુલ રૂ.૮૭ હજારની સહાયની ચુકવણી કરવા સાથે, જિલ્લા વહીવટી તંત્રે વરસાદને કારણે સંપૂર્ણ નાશ પામેલા એક કાચા મકાનના માલિકને રૂ.૯૫ હજાર ૧૦૦ ની સહાય ચુકવ છે. તો અંશતઃ નાશ પામેલા ૧૧ કાચા મકાનોના અસરગ્રસ્તોને રૂ.૩૫ હજાર ૨૦૦, તથા અંશતઃ નાશ પામેલા ચાર પાકા મકાનોના માલિકોને રૂ.૨૦ હજાર ૮૦૦ ની રાશી, ત્વરિત જ ચૂકવીને અસરગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે.
રાજ્ય સરકારવતી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ આ સહાયની ચુકવણીનો ચેક, અસરગ્રસ્ત વ્યક્તિઓના પરિવારજનોને અર્પણ કર્યો હતો.
–