તાપી જિલ્લાના ફિમેલ હેલ્થ વર્કરો આવતીકાલે ટેકો મોબાઈલ તાલુકા આરોગ્ય કચેરીઓ ખાતે જમા કરાવશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશથી રાજ્યભરમાં સરકારની કર્મચારી વિરોધી નીતિ સામે આંદોલનના વિવિધ કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શિત કરી રહયા છે. જેના ભાગ રૂપે તાપી જિલ્લામાં તા.૨૮મીથી આંદોલનની શરુઆત કરી છે. રાજ્ય સરકારની લોકેશન પર ફરજ બજાવી ઓનલાઈન લાભાર્થીઓની સંખ્યા અને આરોગ્ય વિષયક સેવાઓની તમામ આંકડાકીય માહિતી મુખ્ય મંત્રી ડેસ્ક બોર્ડ સહિત રાજ્ય કક્ષાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં તથા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગમાં કરવાની થાય છે. જે ઠપ્પ કરી તા. 30મીના બપોર બાદ ૩ થી ૫ના સમયે ૧૫૦ કરતા વધારે મહિલા આરોગ્ય કાર્યકરો ટેકો મોબાઈલ તાલુકા આરોગ્ય કચેરી ખાતે જમા કરાવી આંદોલનને આગળ ધપાવશે. તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશ ગામીત, મુખ્ય કન્વીનર રિબેકા માટે, મંત્રી સંજીવ પટેલ, ઉપપ્રમુખ રોનક ચૌધરી, ભારતી ગામીત (ડોલવણ)ની આગેવાની હેઠળ ટેકો મોબાઈલ વ્યારા-ડોલવણની બહેનોના વ્યારા બ્લોક ખાતે, મંદાબેન વળવી, કરણ વળવીની આગેવાનીમા નિઝર,કુકરમુંડાના બહેનો નિઝર બ્લોક ખાતે, સોનગઢ બ્લોકમાં કમળાબેન ગામીત, પ્રતિક્ષાબેન માળી અને કેયુર ગામીતની આગેવાનીમા, વાલોડ ખાતે ઇન્દુબેન ગામીત, દિપતિબેન પટેલ, સંદિપ ગામીત સુમન પટેલ, ગૌતમ બાપોદરા તથા ઉચ્છલ ખાતે રંગજી ગામીત, આશા નાયક, સવિતા નાયકની આગેવાનીમા ટેકો મોબાઈલ જમા કરાવવામા આવશે.