તાપી જિલ્લા જાહેર જનતા જોગ : મતદાર યાદી સુધારાણા કાર્યક્રમ અંતર્ગત હાઉસ ટુ હાઉસ વિઝિટ

Contact News Publisher

( માહિતી બ્યુરો, વ્યારા – તાપી ) તા. 13: ભારતના ચુંટણી પંચ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ આગામી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત Pre Revision Activity SSR સંબંધે BLO (Booth Level Officer) દ્વારા આગામી તા. ૨૨/૦૭/૨૦૨૨ સુધી સંબંધિત બુથ વિસ્તારના મતદારોની House To House Visit લેવામાં આવશે અને આ કામગીરી અગાઉ તા.૦૮/૦૭/૨૨૨ થી શરૂ થઇ ગયેલ છે

તો આપ પણ આપના મતદાન મથકના BLO (Booth Level Officer) પાસેથી જાણકારી પ્રાપ્ત કરી. (૧) આપનું નામ મતદારયાદીમા ચકારાણી કરાવી, ફેરફાર જણાય તો સુધારો કરાવી શકો છો (૨.) મતદારયાદીમા નામ નોંધવાનુ બાકી હોય તો નામ નોંધણી કરાવી શકો છો (3) મૃત્યુ અને સ્થળાંતરના કિસ્સામાં સંબંધિત વ્યક્તિનું નામ કમી કરાવી શકો છો.

તો ભારતના જવાબદાર અને જાગ્રુત નારિક તરીકે આ અમુલ્ય તકનો લાભ લઈ આપના વિસ્તારના B.L.O દ્વારા House To House Visit વખતે સાથ સહકાર પુરો પાડીએ અને મતદારયાદી સુધારણામાં યોગદાન આપીએ એમ મદદનીશ મતદાર નોંધણી અધિકારી ૧૭૧- વ્યારા (અ. જ. જા.) વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર વ્યારા તાપી જિલ્લા તરફથી જાહેરજનતા ને અપિલ કરવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other