એચ.એસ.સી અને એસ.એસ.સીની પૂરક પરીક્ષા સંદર્ભે જાહેરનામુ:
પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમા ફેકસ/ઝેરોક્ષ સેન્ટરો
ચાલુ રાખવા પર પ્રતિબંધઃ
……………
તાપી જિલ્લાના વ્યારા ઝોન ખાતે પરીક્ષા યોજાશે
……………
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) ૧૩ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાધીનગર દ્વારા આગામી તા.૧૮/૭/૨૦૨૨ થી ૨૨-૦૭-૨૦૨૨ દરમિયાન તાપી જિલ્લાના વ્યારા ઝોન ખાતે થી એચ.એસ.સી અને એસ.એસ.સી ની પૂરક પરીક્ષા યોજાનાર છે. જેથી જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, મુકત વાતાવરણનું નિર્માણ થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામા અનુસાર તા.૧૮/૭/૨૦૨૨ થી ૨૨-૦૭-૨૦૨૨ દરમિયાન સમગ્ર વિસ્તારના પરીક્ષા કેન્દ્રોની આજુ બાજુના ૧૦૦ મીટરના ઘેરાવામાં પરીક્ષા દરમિયાન કોઈ પણ અનઅધિકૃત વ્યકિતઓએ એકત્રિત થવા પર કે હથિયાર, મોબાઈલ લઇ જવા, પરીક્ષા દરમિયાન તેનો ઉપયોગ કરવા ઉપર કે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આજુ બાજુના ૧૦૦ મીટરના ધેરાવામાં અને પરીક્ષા સમયના એક કલાક પહેલાથી પરીક્ષા સમય દરમિયાન ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. નોધનીય છે કે, ફરજ પરના વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
૦૦૦૦૦૦૦૦૦૦