વ્યારા નગર ભાજપ દ્વારા રેલ્વે લાઇન ઉપરના બ્રિજનું કામ ફરીથી શરૂ કરવા અને અંડરગ્રાઉન્ડ બાયપાસ સત્વરે શરૂ કરવા રજૂઆત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગર ભાજપ દ્વારા કાકરાપાર બાયપાસ રોડ ખાતે બની રહેલ રેલ્વે લાઇન ઉપરના બ્રિજનું કામ વહેલી તકે ફરીથી શરૂ થાય તે માટે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ કલેક્ટર તાપીને રજૂઆત કરવામાં આવી હતી તેમજ હાલ પૂરતો રેલવે ટ્રેકને લાગીને આવેલ અંડરગ્રાઉન્ડ બાયપાસ સત્વરે શરૂ થાય તે માટે પ્રભારી મંત્રી યોગેશભાઈ પટેલ તથા કલેકટર તાપીને રજૂઆત કરવામાં આવી હતી.
વ્યારા નગર ભાજપ પ્રમુખ કુલીનભાઈ પ્રધાન દ્વારા નીચે મુજબની રજુઆત કરી હતી. વ્યારા નગરમાંથી કાકરાપાર બાયપાસ રોડ જતો હોઈ તે હાઈવે રોડ પરથી રેલ્વે લાઈન ગેટ નબર ૫૧ કે જે વ્યારા કાકરાપાર રોડ ઉપર આવેલ છે જે કામ છેલ્લા બે વર્ષથી બંધ પડેલ છે તેમજ આ રોડને તાત્કાલીક કોઈ વૈકલ્પીક વ્યવસ્થા ન હોઈ અને મોટા વાહનો આવજાવ કરી શકતા ન હોવાથી તેમજ અન્ય રેલ્વે ગેટ જે વ્યારા નગરમાંથી પસાર થાય છે તેનો અંડરપાસનું પણ કામ ચાલતું હોવાથી ટ્રાફીક જામ થાય છે. અને વ્યારા નગરના તથા આજુબાજુના ગામડાઓ – માંથી આવતા રહીશોને ખુબજ અગવડતા પડે છે . છેલ્લા બે વર્ષથી રસ્તો બંધ હોવાના કારણે વેપાર ધંધા ઉપર પણ અસર પડેલ છે જેના કારણે ઘણું નુકશાન વેપારીઓએ વેટવુ પડે છે. જેથી બ્રીજનું કામ સતવરે ચાલુ થાય તેવી માંગણી છે તેમજ હાલ વૈકલ્પીક રીતે ગેટ નંબર ૫૧ નો બાયપાસ અંડર બ્રીજ શરૂ કરી આપવા યોગ્ય કાર્યવાહીની માંગણી કરાઈ છે. જે વ્યારા નગર તથા વ્યારા નગરના આજુબાજુ જોડાયેલા ગામડાઓના લોકો જે ટુ વ્હીલ વાપરે છે તે માટે તેમજ ૨૦૦ જેટલા દુકાનદારોને તેની અસર થાય છે તેઓ માટે વેપારની તકો ફરીથી ખુલશે જેથી યોગ્ય સુચનાઓ આપી વ્યારા નગરના હીતમાં જરૂરી કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *