તાપી જિલ્લામાં આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા નો સાતમો દિવસ
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત પ્રાથમિક શાળા માણેકપુર તાલુકા ઉચ્છલ માં કાર્યક્રમ
……………….
વરસતા વરસાદમાં પણ સાતમાં દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રા માણેકપુર આવી પહોંચી
……………..
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) ૧૧: ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધ્યો છે અને હજુ પણ સરકારની કલ્યાણકારી યોજનાઓ નિરંતર ચાલી રહી છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે તે માટે તાપી જિલ્લામાં ફરી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ સાતમાં દિવસે તા. ૧૧ જુલાઈના રોજ સવારે ઉચ્છલ તાલુકાના માણેકપુર પ્રાથમિક શાળાએ પહોંચ્યો હતો. મામલતદારશ્રીનાં અધ્યક્ષસ્થાને અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી-ઉચ્છલ, જિલ્લાપંચાયત સભ્ય અને સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા માણેકપુર, સુંદપુર, જૂનીકાચલી ગામનો સમાવેશ કરવામાં આવ્યો હ્તો.
આ પ્રસંગે મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે, સરકારની દરેક યોજનામાં છેવાડાના લોકોનું હિત સમાયેલું હોય છે. સરકારની વિવિધ યોજનાથી લોકોને વિકાસની નવી રાહ મળી છે. 20 વર્ષમાં ગુજરાત સરકારે સમગ્રતયા વિકાસ સાધ્યો છે. જેના થકી લોકોનું જીવન ધોરણ ઉપર આવ્યું છે. ત્યારે એક પણ વ્યક્તિ સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સરકારનો વિકાસ રથ ગામે ગામ ફરી રહ્યો છે. સરકારની વિવિધ યોજનાની માહિતી આપી તેના લાભો સમજાવ્યા હતા.
માણેકપુર વિસ્તારોમાં ફરી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાએ લોકોને સરકારની યોજનાના લાભોની માહિતી પહોંચતી કરી હતી. વિકાસ યાત્રાના રથ પર એલઈડી સ્ક્રીન દ્વારા લોકોને સરકારની આર્થિક સહાયથી પગભર થયેલા લોકોની ગાથા પણ રજૂ કરાઈ હતી. રથ યાત્રાનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, આજ રોજ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા ઉચ્છલ તાલુકાના ગામોના વિવિધ વિસ્તારમાં જઈ સરકારની વિકાસલક્ષી યોજનાની જાણકારી અને સાફલ્ય ગાથાઓની ઝાંખી દર્શાવતા ચલચિત્રો સાથે પરિભ્રમણ કર્યું હતું સાથે દરેક ગામોમાં લાભાર્થીઓને વિવિધ યોજનાની સહાય વિતરણ ,વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી-ખેતી, ગ્રામ પંચાયત સભ્યશ્રી. જિલ્લા નોડલ અધિકારીશ્રી,તાલુકા હેલ્થ ઓફિસર સહિત અન્ય અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦