તાપી જિલ્લા વિકાસ અધિકારી ડો. ડી. ડી. કાપડીયાની સંવેદનશીલ પ્રજાલક્ષી કામગીરી !!
Contact News Publisher
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના અંતાપૂર વિસ્તારમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રિસ્ક્યુ ટિમ સાથે ખડે પગે ઉભા રહી સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરાવી. ડોલવણ તાલુકાના કુંભીયા પંચોલ રોડ પર આવેલ સબમર્સીબલ બ્રિજ પર ભારે પુરના કારણે નુકસાન થવા પામેલ જેની અસર તાલુકાના ત્રણ ગામોને થઈ હોવાથી સ્થળ પર જાતે વરસતા વરસાદમાં ખડેપગે ઉભા રહી તાત્કાલિક મરામતની કામગીરી કરાવી હતી.