તાપી : ભારે વરસાદને પગલે જીલ્લાના 57 આંતરીક રસ્તાઓ બંધ : ભારે ધોવાણથી કોઝવે તૂટીને તણાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તાપી જીલ્લા પડી રહેલા ભારે વરસાદને પગલે કેટલાક કોઝવે ડૂબાણમાં આવી ગયા છે તો કેટલાક કોઝવે ધોવાયને તૂટી જતાં 57 જેટલા રસ્તાઓ બંધ થઈ જતા ગામોનો સંપર્ક કપાયો છે અને લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

તાપી જીલ્લા પડી રહેલા ભારે વરસાદને પગલે ગામડાઓને જોડતા કુલ 57 જેટલા રસ્તાઓ ઉપરથી અવર જવર ઠપ થઇ ગઇ છે. રસ્તાઓ બંધ થઇ ગયેલા હોવાથી કેટલાક ગામો સાથે સંપર્ક કપાય ગયો છે. જીલ્માલા પંચાયત હસ્તકના માગઁ અને મકાન વિભાગના કુલ 57 માર્ગો ભારે વરસાદને પગલે ધોવાયા છે. કેટલાક માર્ગો ઉપર આવેલ કોઝવે ધોવાયને તૂટી તો કેટલાક કોઝવે વરસાદિ પાણીમા ગરકાવ થઈ જતા માર્ગ બંધ કરી દેવાયા છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત માર્ગો ઉપર અવર જવર નહી કરવાની સૂચના અપાઈ છે. માગઁ અને મકાન વિભાગ દ્વારા માર્ગો ઉપર ધોવાયને તૂટી ગયેલા કોઝવેની મરામતનુ કામ હાથ ધરવામા આવ્યુ છે.

વ્યારા તાલુકાના લખાલી ખુરશ રોડ ઉપર કોઝવે ઓવરટેપીંગ થયેલ છે, સ્થળ ઉપર મામલતદાર દિપક સોનાવલાએ રૂબરૂ મુલાકાત દરમિયાન લોકોને અવરજવર ન કરવા સમજાવ્યા હતા.

ડોલવણ તાલુકાના પંચોલ અને કુંભિયા ગામ વચ્ચેનો પુલ જેની મરામતનુ કાર્ય હાથ ધરાયુ.

તાપી કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયા દ્વારા આજ રોજ વ્યારા તાલુકાના લખાલી અને ચીચબોરડી ગામે કોઝવે ઓવરફલો થવાથી રસ્તાઓ બંધ થયેલ હતી. જે બાબતે પોલીસ બંદોબસ્ત દ્વારા અવર જવર બંધ કરેલ છે કે કેમ તે બાબતે આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી.
સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનોને જોખમ લઈ અવર જવર ન કરવા સમજૂત કર્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other