જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ માટે શિક્ષકોનો ઓરીએન્ટેશન વર્કશોપ વાઇબ્રન્ત સાયન્સ સ્કુલ વ્યારા ખાતે યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ ગાંધીનગર સંચાલિત ગુજકોસ્ટ પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેનર વ્યારા , તાપી દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ – ૨૦૨૨ અંતર્ગત આજરોજ શિક્ષકોનો ઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો જેમાં તાપી જીલ્લાના ૫૦ શિક્ષકો ઓરીએન્ટેશન વર્કશોપમાં હાજર રહ્યા જેમાં તેઓને ૯ થી ૧૨ ધોરણના બાળકોને જુદી – જુદી ૫ થીમો જેવી કે આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસીસ્ટમ પર પ્રોજેક્ટ કાર્ય કઈ રીતે કરવાનું અને તેની ઉપલબ્ધિઓ તથા તેના ફાયદા પર સંશોધનાત્મક કાર્ય કરી ૮ પાનાનો સ્વઅક્ષરે પ્રોજેક્ટ સ્વરૂપે રજૂ કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન તાપી જીલ્લાના લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું . આમ અગામી દિવસોમાં તાપી જીલ્લામાંથી ૧૦૦ પ્રોજેક્ટો જુદીજુદી શાળાઓ માંથી તૈયાર થશે જે માંથી ૧૦ સારા પ્રોજેક્ટોની પસંદગી નિર્યણાયક ટીમ દ્વારા પસંદ થશે શિક્ષક વર્કશોપના અંતે સૌને બસ ભાડા અને નાસ્તા , ચા , પાણી કરાવી છુટા પડ્યા