જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાપી દ્વારા હાઈટ હંટ યોજાશે

Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) ૦૮: સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલતી વોલીબોલ એકેડેમી અને ડી.એલ.એસ.એસ માટે વર્ષ ૨૦૨૨-૨૩ માં નવા ખેલાડીઓના પ્રવેશ માટે અમરેલી જિલ્લામાં અસાધારણ ઉંચાઈ ધરાવતા ભાઈઓ અને બહેનોને વોલીબોલ રમતની એકેડેમી અને ડી.એલ.એસ.એસમાં સમાવિષ્ટ કરવા માટે હાઈટ હન્ટનું આયોજન તા.૧૪ જુલાઈ,૨૦૨૨ના રોજ સવારે ૯ વાગ્યે કરવામાં આવ્યું છે. વય અને ઉંચાઈ મર્યાદાના નિયત ધોરણ મુજબ ૧૨ વર્ષની ઉંમર માટે ઉંચાઈ મર્યાદા ૧૬૩ થી વધુ (બહેનો), ૧૬૮થી વધુ (ભાઈઓ), ૧૩ વર્ષની ઉંમર માટે ૧૬૬થી વધુ બહેનો અને ૧૭૩થી વધુ ભાઈઓ, ૧૪ વર્ષની ઉંમર માટે ૧૭૧થી વધુ બહેનો અને ૧૭૯ થી વધુ ભાઈઓ, ૧૫ વર્ષની ઉંમર માટે ૧૭૩થી વધુ બહેનો અને ૧૮૪થી વધુ ભાઈઓ, ૧૬ વર્ષની ઉંમર માટે ૧૭૫થી વધુ બહેનો, ૧૮૭ થી વધુ ભાઈઓ, ૧૭ વર્ષની ઉંમર માટે ૧૭૭થી વધુ બહેનો, ૧૯૦થી વધુ ભાઈઓ, ૧૮ વર્ષની ઉંમર માટે ૧૭૮ થી વધુ બહેનો અને ૧૯૨ થી વધુ ભાઈઓ રાખવામાં આવી છે,ઉંચાઈના આંકડા સે.મીમાં આપવામાં આવેલ છે. વધુ વિગત માટે મો. નંબર ૦૨૬૨૬-૨૨૦૭૭૦ પર સંપર્ક કરવો. રસ ધરાવનારે આધારકાર્ડ તથા જન્મ તારીખના દાખલા સાથે તાપી જિલ્લાના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વ્યારા ખાતે હાજર રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *