વન વિભાગના ઓપરેશન ધ્વારા ઉશ્કેર ગામેથી રાષ્ટ્રીય પ્રાણી વાઘના ચામડાને આરોપીઓ સાથે પકડી પાડયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નાયબ વન સંરક્ષકશ્રી સુરત શ્રી પુનિત નૈય્યર સાહેબના સચોટ માર્ગદર્શન અને સુચના મુજબ વ્યારા વન વિભાગના અધિકારી / કર્મચારીઓ સાથે ટીમ બનાવી બાતમીવાળી જગ્યાની વ્યારા ડીવીઝનના સ્ટાફ મારફતે રેકી કરી કરાવી માંડવી તાલુકાના ઉશ્કેર ગામેથી જેઠાભાઈ જહાભાઈ સાટીયાના ઘરેથી રેડ દરમ્યાન વન્યપ્રાણી વાઘ અનુસુચિ –૧ ના રાષ્ટ્રીય પ્રાણી વાઘનું ચામડું નંગ -૧ સાથે કુલ -૩ આરોપી પકડાયેલ જેમાં ( ૧ ) જેઠાભાઈ જહાભાઈ સાટીયા ઉ.વ. ૨૫ રહે.ઉશ્કેર ધંધો – પશુપાલન ( ૨ ) ધીરૂભાઈ સમાભાઈ ગામીત ઉ.વ. ૫૪ રહે.બોરસદ ધંધો – ખેતી ( ૩ ) રાજુભાઈ ગંજીભાઈ ગામીત ઉ.વ .૩૮ રહે.ચીખલદા ધંધો – રેતી ને સ્થળ પરથી વાઘના ચામડા સાથે પકડી લઈ પ્રાથમિક પુછપરછ કરી માંડવી દક્ષિણ રેંજના ગુ.ર.નં. MSRC / 22 / 2022-23 તા .૦૭ / ૦૭ / ર ૦ રર વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ -૧૯૭૨ મુજબ ગુનો નોંધી આગળની તપાસમાં આરોપીઓને નામદાર કોર્ટમાં મુકવાની કાર્યવાહી હાથધરી અને મુદ્દામાલમાં પકડાયેલ મોબાઈલ નંગ –૪ ને કબ્જે કરેલ અને વાઘના ચામડાને પરીક્ષણ માટે WildLife Institute of India દેહરાદુન ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરી.
આ ગુનાની આગળની તપાસ રેંજ ફોરેસ્ટ ઓફિસર અને વાઈલ્ડ લાઈફ વોર્ડન માંડવી એચ . જે . વાંદા નાયબ વન સંરક્ષકશ્રી અને ડીસ્ટ્રીકટ વાઈલ્ડ લાઈફ વોર્ડન સુરત શ્રી પુનિત નૈય્યર સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ તપાસ ચલાવી રહયા છે.
આ ગુનો રાષ્ટ્રીય પ્રાણીનો હોય જે WildLife Protection Act – 1972 મુજબ શીડયુલ –૧ નું પ્રાણી હોય જે ગુનામાં ૭ ( સાત ) વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.