તાપી જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ

Contact News Publisher

અકસ્માતોના નિવારણ માટે નિયમોનું પાલન કરવા અપીલ કરતા કલેકટરશ્રી એચ.કે. વઢવાણિયા
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૭- તાપી જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક આજરોજ કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.કે.પટેલ,સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દિનેશ ચૌધરી,નેશનલ હાઈવે ઓથોરિટિ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન સભાખંડમાં યોજાઈ હતી.
જિલ્લામાં માર્ગ અને સલામતિ અંગે જિલ્લા સમાહર્તા શ્રી એચ.કે.વઢવાણિયાએ બેઠકની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં અકસ્માતોના નિવારણ માટે શક્ય એટલા પગલાઓ લઈ અકસ્માતોની સંખ્યા ઘટે તે સબંધિત અધિકારીશ્રીઓએ જોવાનું રહેશે. વ્યારા અને સોનગઢ ખાતે ટ્રાફિકની સમસ્યા સર્જાય તે માટે ચીફ ઓફિસરશ્રીઓએ વાહન પાર્કિંગની સુવિધાઓ તેમજ સર્વિસ રોડ ઉપર થઈ રહેલા દબાણો દુર કરી રસ્તો ખુલ્લો રાખવાનો રહેશે.જેથી રાહદારીઓ કે વાહન ચાલકોને અગવડ ન પડે અને અકસ્માતો નિવારી શકાય. તમામ નાગરિકોને અકસ્માત નિવારણ માટે નિયમોનું પાલન કરવા કલેકટરશ્રી વઢવાણિયાએ અપીલ કરી હતી
નાયબ જિલ્લા પોલીસ વડાશ્રી એ.કે.પટેલે અકસ્માતના ગુનાઓ અટકાવવા કરેલ કાર્યવાહીની નોંધ રજુ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ૬ માસમાં ઈ.પી.કો.૨૭૯ હેઠળ૧૦૬૮ કેસ,ઈ.પી.કો.૨૮૩ હેઠળ-૩૨ કેસ,એમ.વી.એક્ટ ૧૮૫ હેઠળ ૮૨૧ કેસ,એમ.વી.એક્ટ એન.સી.ની સંખ્યા ૯૨૪૭ , આર.ટી.ઓ- ૨૭૬ ,કોર્ટ મેમો ૨૮૭એમ.વી.એક્ટ હેઠળ વસુલ કરેલ સમાધાન શુલ્ક સ્થળ દંડ રકમ રૂા.૪૩,૮૯,૫૦૦/- આર.ટી.ઓ.દંડ વસુલાત રૂા.૮,૮૧,૦૩૩/- અને કોર્ટ મેમો દંડ રૂા.૬૯,૭૫૦/- વસુલાત કરવામાં આવી છે.
એ.આર.ટી.ઓ.શ્રી દિનેશભાઈ ચૌધરીએ છેલ્લા ત્રણ માસ દરમિયાન માર્ગ અકસ્માત,મૃત્યુ,ઈજાના આંકડાનું અવલોકન,પોલીસ અને આર.ટી.ઓ.સંયુક્ત વિઝિટ,એન્ફોર્સમેન્ટ ઓફ લો,રોડ એન્જીનીયરીંગ સબંધિત મુદૃદાઓ,જન જાગૃતિ પ્રચાર-પ્રસાર,એન.એચ.૫૩ ઉપર યુ ટર્ન વિગેરે રજુ કર્યા હતા. વધુમાં તાપી જિલ્લામાં અકસ્માતના ચોંકાવનારા આંકડા મળ્યા છે. છેલ્લા ૩ માસમાં ૩૦ જેટલા અકસ્માત નોંધાયા હતા જેમાં કુલ ૩૨ માનવ મૃત્યુ થયા છે. અત્રે નોંધનીય છે કે મૃત્યુમાં એકપણ વિદ્યાર્થીઓ નથી. જે બાબતે કલેકટરશ્રી વઢવાણિયએ ચિંતા વ્યક્ત કરી હતી.
માર્ગ અને સલામતિની આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી આર.જે.વલવી,કાર્યપાલક ઈજનેરશ્રી મનીષ પટેલ,ચીફ ઓફિસરશ્રી દર્પણ ઓઝા,એ.આર.ટી.ઓ.વી.જે.ગોહિલ,નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઇ ચૌધરી,ટ્રાફિક ઓફિસર શ્રી સી.જે.પુવાર સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other