તાપી જિલ્લા ખાતે “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો શુભારંભ

Contact News Publisher

“લોકકલ્યાણકારી યોજનાઓના માધ્યમ થકી ગ્રામજનોને સશક્ત બનાવ્યા છે. વંચિતો અને જરૂરીયાતમંદો સમૃધ્ધ થયા છે.” જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા
……………….
ગુજરાત સરકારના 20 વર્ષના વિશ્વાસ અને વિકાસની ગાથા રજૂ કરતા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના રથને પ્રસ્થાન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા
……………….
ગોરૈયા ફળીયામાં નહેર પર રૂપિયા 92 લાખ 38 હજારના ખર્ચે તૈયાર થનાર બ્રીજના કામોનું ઇ-લોકર્પણ
……………….
“વંદે ગુજરાત વિકાસ યાત્રા” દરમિયાન અંદાજિત કુલ ૭૪૩.૪૫૫ રૂપિયાના લાભો/સહાયનું વિતરણ ૨૮૯૬ લાભાર્થીઓને કરાશે: અંદાજિત રૂપિયા ૮૧૭.૮૮ લાખના કુલ-૨૭૮ પ્રકલ્પોના લોકાર્પણ થશે
……………….
“સ્વચ્છ શાળા પ્રતિયોગિતા”માં તાપી જિલ્લાની 38 શાળાઓ વિજેતા બનતા શાળાના આચાર્યોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
……………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) ૦૫: છેલ્લાં ૨૦ વર્ષોમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની હરણફાળ ગતિનો અનુભવ લોકોએ કર્યો છે. આ અનુભવ વધુ યાદગાર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા તા. ૫ જુલાઈથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫ દિવસ ચાલનારા આ કાર્યક્રમ હેઠળ ૧૯ જુલાઈ સુધી તમામ જિલ્લાના વિવિધ ગામોમાં વિકાસ રથ યાત્રા પ્રસ્થાન કરનાર છે. આ વિકાસ રથ સાથે-સાથે વિવિધ વિભાગો દ્વારા લોકોને લોકકલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરી જે-તે યોજનાઓનો લાભ મેળવે તેવી નક્કર કામગીરી સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રાની હોંશભેર ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ ઉજવણી અન્વયે તાપી જિલ્લામાં આજરોજ વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, નગરપાલીકા પ્રમુખ શ્રીમતી સેજલ રાણા, ડી.આર.ડી.એ નિયામકશ્રી અશોક ચૌધરી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી પ્રમુખશ્રી સુરજ વસાવાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાનો પાયો મુખ્યમંત્રી કાળ દરમિયાન નાખ્યો હતો. જેને હાલના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ બખુબી આગળ ધપાવી રહ્યા છે. દેશમાં ખેડૂતોને સન્ન્માન અપાવવાનું કામ વર્તમાન સરકારે કર્યું છે. છેવાડાના માનવી માટે કિશાન સન્ન્માન નિધિ યોજના, ઉજ્જ્વલા યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના દ્વારા બહેનો માતાઓના સન્માનને જાળવી રાખ્યું છે. આજ ખેડૂતો આધુનિક રીત ખેતી કરત થયા છે. આદિવાસી બાંધવો માટે 962 કરોડને ઉદ્વહન સિંચાઇ યોજના જેવી અનેક યોજનાઓના માધ્યમ થકી ગ્રામજનોને સશક્ત બનાવ્યા છે. જેના પરીણામે વંચિતો અને જરૂરીયાતમંદો સમૃધ્ધ થયા છે. તેમણે સૌ નગરજનો અને ગ્રામજનોને આ યાત્રામાં સહભાગી થવા ખાસ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા કલેટકરશ્રી એચ.કે.વઢવાણિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં ૨૦ વર્ષમાં કલ્યાણકારી યોજનાઓ થકી જનતાના સર્વાંગી વિકાસ સાધીને મહત્વની સિદ્ધીઓ પ્રાપ્ત કરી છે. ગુજરાતની આ વિકાસની યાત્રા અવિરત ચાલુ રહે તે માટે તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા. ૫ જુલાઈ થી ૧૯ જુલાઈ સુધી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ ૧૮ વિભાગ દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લોકકલ્યાણની યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. જેમાં તાપી જિલ્લામાં કુલ-૨૭૮ પ્રકલ્પોના લોકાર્પણ અંદાજિત રૂપિયા ૮૧૭.૮૮ લાખના ખર્ચે તૈયાર થશે. કુલ-૭૩ પ્રકલ્પોના ખાતમુહુર્ત ૪૬૬.૦૬ લાખના ખર્ચે અને ૭૦ નવા પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી છે. જે આગામી સમયમાં પુરા કરવામાં આવશે.
આ પ્રસંગે ડી.ડી.ઓશ્રી ડી.ડી.કાપડિયાએ ઉપસ્થિત સૌને રથ યાત્રા દરમિયાન સાફલ્ય ગાથાઓની ફિલ્મ નિદર્શન, વિવિધ સમિતિની બેઠકો, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં નિબંધ અને ચિત્ર સ્ર્પધાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિટ વિતરણ, પોષણલક્ષી વાનગી હરીફાઈ, બાળકોની વિકાસ વૃધ્ધિ અંગે તપાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પી.એમ.જે.એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ અને કે.વાય.સી દ્વારા અપડેશન તેમજ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ જેવા કાર્યક્રમો યોજાનાર છે જેમાં વધુમાં વધુ લોકો લાભ લઇ સરકારી યોજના દ્વારા સહાય મેળવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નગરપાલીકા પ્રમુખ શ્રીમતી સેજલ રાણાએ આ યાત્રા દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દેશની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજે તાપી જિલ્લામાં વ્યારા નગરપાલીકામાં ગોરૈયા ફળીયામાં નહેર પર રૂપિયા 92 લાખ 38 હજારના ખર્ચે તૈયાર થનાર બ્રીજના કામોનું લોકર્પણ પ્રસંગે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના હસ્તે ગોરૈયા ફળીયામાં નહેર પર રૂપિયા 92 લાખ 38 હજારના ખર્ચે તૈયાર થનાર બ્રીજના કામોનું ઇ-લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ “સ્વચ્છ શાળા પ્રતિયોગિતા”માં ગુજરાતમાં 800 શાળાઓ વિજેતા જાહેર થઇ છે.જેમાંથી તાપી જિલ્લાની 38 શાળાઓનો પણ સમાવેશ થયો છે. આ શાળાના આચાર્યોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ તાપી જિલ્લા કક્ષાના અર્બન વિસ્તારની શાળા “આનંદ કન્યા વિદ્યાલય” તથા ગ્રામિણ વિસ્તારની માંડણ, સોનગઢ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને સન્માન પત્ર આપી “સ્વચ્છ શાળા પ્રતિયોગિતા”માં વિજેતા બનતા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત મહાનુભાવોના હસ્તે પી.એમ.એ.વાય યોજના અને મા યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે ઉપસ્થિત સૌએ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંગેની ફિલ્મ, સ્થાનિક સાફલ્યગાથાઓ સહિત વિવિધ વિભાગોની સિધ્ધિઓ અંગેની ફિલ્મનું નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી આર.સી.પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત સહિત અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર દર્શન ડી.આર.ડી.એ નિયામક અશોક ચૌધરીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *