ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે સાથે ટોપ એચીવર સ્ટેટ : પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાધાણી

Contact News Publisher

• ડીપીઆઇટીએ સુચવેલા ૩૦૧ જેટલા રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારા માત્ર બે રાજયોમાં ગુજરાત રાજયએ સ્થાન મેળવ્યું

• States’ Startup Ranking ૨૦૨૧માં પણ ગુજરાત સતત ત્રીજી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ જાહેર થયુ
……………
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.05: પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, તાજેતરમાં જાહેર થયેલા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે સાથે ટોપ એચીવર સ્ટેટ બન્યુ છે. નોંધનીય છે કે, ડીપીઆઇટીએ સુચવેલા ૩૦૧ જેટલા રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારા માત્ર બે રાજયોમાં ગુજરાત રાજયએ સ્થાન મેળવ્યું છે. એટલુ જ નહિ, States’ Startup Ranking ૨૦૨૧માં પણ ગુજરાત સતત ત્રીજી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ જાહેર થયુ છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવપુર્ણ બાબત છે.
મંત્રી શ્રી વાઘાણીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બિઝનેશ રિફોમ્સ એકશન સ્ટેટ તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. ૯૦ ટકાથી વધુ ફિડબેક સ્કોર સાથે ગુજરાત સમગ્ર દેશભરમાં દ્વિતિય નંબર હાંસલ કર્યો છે. આ ક્ષેત્રમાં આગામી સમયમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સઘન અને સમયબધ્ધ આયોજન થકી અસરકારક કામગીરી કરશે.
તેમણે ઉમેર્યુ કે, આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકર કરવા નિયમોનાં સરળીકરણ થકી રોકાણોને પ્રોત્સાહન આપવા ડીપીઆઇઆઇટીની પાંચમી આવૃત્તિમાં દેશનાં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૩૦૧ રિફોર્મ્સ સુચવવામાં આવ્યા હતા. ૧૫ જેટલા જુદા જુદા ક્ષેત્રોને આવરી લેતા આ રિફોર્મ્સમાં રોકાણની ક્ષમતા, ઓનલાઇન સીંગલ વિન્ડો સીસ્ટમ, શ્રમિક નિયમન સક્ષમતા અને વાણિજિયક વિવાદ લવાદનું નિવારણ જેવા વિષયોનો સમાવેશ થાય છે. એક્ષપોર્ટ પ્રીપેડનેસ ઈન્ડેક્સ ૨૦૨૦ અને ૨૦૨૧માં ગુજરાતને પ્રથમ ક્રમ મળ્યો છે. એટલુ જ નહિ, ગુજરાત વિદેશી મુડીરોકાણમાં પણ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે. ડોમેસ્ટીક મુડીરોકાણમાં પણ ગુજરાતે ૧.૦૫ લાખ કરોડનું મુડીરોકાણ કરી, દેશમાં અવ્વલ સ્થાન હાંસલ કર્યું છે. આ બધી પહેલનાં પરિણામે રાજયને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કીંગમાં ટોપ એચિવર તરીકે સ્થાન પ્રાપ્ત થયુ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
મંત્રીશ્રી વાઘાણીએ કહ્યુ કે, States’ Startup Ranking ૨૦૨૧માં પણ ગુજરાત સતત ત્રીજી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ જાહેર થયુ છે તે બદલ કેબિનેટ બેઠકમાં ટીમ ગુજરાતને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ગુજરાત, કર્ણાટક અને મેઘાલય સ્ટાર્ટઅપ માટે મજબૂત ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટેના શ્રેષ્ઠ રાજ્યોમાં સામેલ. ગુજરાતને વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં પણ ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *