તાપી જિલ્લા “વંદે ગુજરાત વિકાસ યાત્રા”: બીજા દિવસનો કાર્યક્રમ : રથ -૧ બોરખડી તથા ખુશાલપુરા ખાતે મુખ્ય કાર્યક્રમ: રથ-૨ મોંધવણ તથા ઘુંટવેલ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) ૦૫: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારના 20 વર્ષના વિશ્વાસ અને વિકાસની ગાથા રજૂ કરતા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત આજે તા.૦૬-૦૭-૨૦૨૨ યાત્રાના બીજા દિને રથ-૧ વ્યારા તાલુકાના પી.ટી.સી. કોલેજ બોરખડીથી રથ પ્રસ્થાન કરશે અને લોટ્રરવા, ભાનાવાડી, કટાસવાણ, કપુરા, પનિયારી,ટીચકપુરા થઇ માયપુર ગામે ચાર રસ્તા પર આવશે. જ્યા રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત તથા કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ કોહલી,ખુશાલપુરા,માયપુર, રૂપવાડા, અંધારવાડી નજીક, ખાનપુર, ડુંગરગામ શાહપૂર, ભાટપુર અંતે પ્રા.શા.ખુશાલપુરા ખાતે સાંજે રથ રાત્રી રોકાણ કરશે.
જ્યારે રથ-૨ સોનગઢ તાલુકાના મોંઘવણ ગામના પ્રા.શાળા ખાતે સવારના કાર્યક્રમ બાદ પ્રસ્થાન કરાશે. જે સાંઢકુવા, ચકવાણ, આમલગુંડી, બેડવણ પ્ર ઉમરદા, વડપડા પ્ર ઉમરદા ગોપાલપુરા, વાંઝાફળી ગામ બાદ સાંજે ઘુંટવેલ પ્રા.શાળા ખાતે કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ ઘુંટવેલ, ખોગળગામ, વડપાડા પ્ર ઉમરદા, સીરીશપાડા, ચીખલપાડા, વાડીરૂપગઢ, કપડબંધ ગામ રથયાત્ર પુર્ણ કર્યા બાદ રથ ઘુંટવેલ ખાતે રાત્રી રોકાણ કરશે.
તાપી જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂર્હુત, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦