” વરાહાત આવો ને આમ્હે કીગનાયેં” : ‘વરસાદની કવિતાઓ પર માંડવીમાં યોજાયું કવિ સંમેલન ‘

Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા)તા.૦૩ ‘સાહિત્ય સેતુ,વ્યારા.અને વી.એફ.ચૌધરી.ઉ.મા.શાળા માંડવીના સંયુક્ત ઉપક્રમે કવિઓએ વર્ષા કાવ્યોની પ્રસ્તુતિ કરીને વાતાવરણને વરસાદમય કરી નાખ્યું.
‘સાહિત્ય સેતુ’ વ્યારાના મંત્રી પ્રા.ગીતા મકવાણાએ જણાવ્યું હતું કે વર્ષાઋતુ ના આગમન ટાણે કાવ્યોની પ્રસ્તુતિ કરીને મેઘરાજાને વધાવવાના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સંચાલક મંડળના પ્રમુખ ગજરાબહેન ચૌધરી ઊપસ્થિત રહ્યાં હતાં.
કેમ્પસ ડાયરેક્ટર નાનસિંગ ચૌધરી,નિવૃત્ત અધ્યાપક રાયસિંગ ચૌધરી,નિવૃત્ત આચાર્ય, સીંગાભાઇ ચૌધરી,શાળાના ઈ.આચાર્ય. સુરેશ ચૌધરી,શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ,અને આમંત્રિતો સહિત મોટી સંખ્યામાં લોકોએ..કવિ સંમેલનનો આનંદ માણ્યો હતો.
છેલ્લા ચાર વર્ષથી દક્ષિણ ગુજરાતમાં સાહિત્યિક સેમિનારો અને કવિ સંમેલન તથા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણજગતમાં કામ કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં રહેલી સર્જન શક્તિઓને બહાર લાવવાનું કાર્ય ‘સાહિત્ય સેતુ’ કરે છે અને આ એમનું સોળમું કવિ સંમેલન છે.
વરસાદનો ઈન્તજાર, ઝરમર વરસાદ, સાંબેલાધાર, ને જળબંબાકાર વરસાદ..ના સ્વરૂપો પર કવિઓએ સ્વરચિત કવિતાઓ રજૂ કરી હતી.વરસાદ એ પ્રેમ અને વિરહની ઋતુ છે.મહાકવિ કાલિદાસના મેઘદૂત મહાકાવ્યની કથા, વરસાદ ઉપરના લોકગીતો, દુહા-છંદ અને પ્રતિષ્ઠિત કવિઓની રચનાઓની રસદાયક ભૂમિકા આપીને કવિ સંમેલનનું સંચાલન નૈષધ મકવાણાએ કર્યુ હતું.જયારે રોશન ચૌધરી,જતીન ચૌધરી,પ્રદીપ ચૌધરી,પ્રકાશ પરમાર, અનિલ મકવાણા,કમલેશ રાઠોડ, કમલેશ પટેલ, ગીતા મકવાણા અને નૈષધ મકવાણાએ કૃતિઓ પ્રસ્તુત કરી હતી.
ચેતનભાઈ ચૌધરી,બાલુભાઇ ચૌધરી,કાન્તિભાઈ ચાવડા,અને શાળાના શિક્ષકોએ જહેમત ઊઠાવી કવિ સંમેલનની સુયોગ્ય વ્યવસ્થા ગોઠવી કાર્યક્રમ આનંદ પ્રદ બનાવ્યો હતો. મધુર બગડાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other