ગુજરાતમાંથી યુ.એન.માં 15માં આદિવાસીઓના આપેલા અધિકારોની મૂલ્યાંકન અધિવેશનમાં ભારતનું પ્રતિનિધિત્વ આદિવાસીઓ કરશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાતમાંથી સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેડ ક્વાટર જીનીવા (સ્વિઝરલેન્ડ) માં તારીખ 04/07/2022 થી 08/07/2022 થી પાંચ દિવસ 15 મુ આદિવાસીઓના આપેલા અધિકારોની મૂલ્યાંકન અધિવેશનમાં ભારત ના આદિવાસીઓના પ્રશ્નો – તેમજ ઉકેલની વાતો અમરસિંહ ઝેડ. ચૌધરી (આદિવાસી સમનવય મંચ – ભારત) લાલસિંગ સી. ગામીત – સામાજિક કાર્યકર્તા સંયુક્ત રાષ્ટ્રમાં બીજી વખત તક મળી હોય ત્યાં ખાસ આદિવાસી, દલિત, શોષિત, મુસ્લિમ સમુદાયો પર માનવ અધિકારોની મુખ્ય વાતો કરશે.
જેમાં મુખ્ય
1)આદિવાસી વિસ્તારમાં પ મુ અને ૬ ઠ્ઠા શિડ્યુલની નાં થતા ઉલઘન ની રજૂઆત
2) આદિવાસી વિસ્તારમાં જળ, જમીન, જંગલ સંસાધન ની લૂંટની રજૂઆત
3) આદિવાસી વિસ્તારની શિક્ષણ, આરોગ્ય, રોજગારી
4) આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે લોકોને સ્થળાંતરની મુદ્દો
5) આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી, રીતરિવાજ.ની રજૂઆત
6) ભારતની જન ગણનામાં આદિવાસીઓની વસ્તી ગણતરીમાં અલગ કોલમની રજૂઆત
7) બીજી વખત ભારતમાં આદિવાસી પણ છે ની રજૂઆત કરવામાં આવશે.
ઉપર મુજબના તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.અને ત્યાં પેપર રજુ કરવામાં આવશે. સાથે ભારતમાં માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે. જેમાં ખાસ સમુદાય આદિવાસી, મુસ્લિમ, દલિત ને નિશાન બનાવવામાં આવી રહ્યા છે , જેના કારણે ભારતમાં માનવ અધિકારોનું ચિર હરણ જે થઈ રહ્યું છે એની રજૂઆત પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં રજૂ કરવામાં આવશે
સાથે અમરસિંહ ઝેડ. ચૌધરીએ જણાવ્યું કે દુનિયાના આદિવાસી દેશોના પ્રતિનિધિઓ ભારતના આદિવાસીઓના સવાલથી વાકેફ થાય. યુ. એન. કોઈ મદદ કરે એ હેતુ થી ભારતના વંચિત સમુદાયની કડવી વાસ્તવિકતા કરવા જઈ રહ્યા છે જેનું અમને દુઃખ છે પરંતુ એના સિવાય હવે કોઈ રસ્તો દેખાતો નથી. એવું એમને જણાવ્યું હતું,
આ સાથે આ ટીમને શુભેચ્છા આદિવાસી એકતા પરિષદના અધ્યક્ષ ભુપેન્દ્રભાઈ ચૌધરી તથા ઢોડિયા સમાજ ના આગેવાન મનિષ ઢોડિયા હળપતિ સમાજ ના આગેવાન કેશવભાઈ રાઠોડ તથા રાહુલ ગામીત,હેમંત ઢોડિયા, જગદિશ ચોધરી તથા મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ આદિવાસી પંચના સભ્યો હાજર રહ્યા હતા.