કામધેનુ યુનિવર્સિટી ઉકાઇ દ્વારા રાજસ્થાનના ૧૪ ખેડૂતો માટે મીઠા પાણીમાં મત્સ્યઉછેર બાબત તાલીમ યોજાઇ
Contact News Publisher
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) .૦૨: સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા મત્સ્યપાલન વિભાગ રાજસ્થાનથી આવેલ ૧૪ ખેડૂતો માટે મીઠા પાણીમાં મત્સ્યઉછેર બાબતની નવનવી તકનીકો બાબતે તાજેતરમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનીંગ સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ બ્રેકિશ વોટર એક્વાકલ્ચર નવસારી ખાતે ત્રણ દિવસ માટે યોજાઇ હતી. આ કાર્યક્રમ દરમિયાન સી.ઓ.ઈ ઉકાઈના વડા ડૉ.સ્મિત લેન્ડે તેમજ સિનિયર રિસર્ચ આસિસટન્ટ, ડૉ. રાજેશ વસાવા તેમજ સી.આઈ.બી.એ.ના વૈજ્ઞાનિક તન્વીર હુસેન દ્વારા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
0000000000