તાપી જિલ્લામાં આગામી તા.૦૫થી ૧૮ જુલાઇ-૨૦૨૨ દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે

Contact News Publisher

જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
………………….

( માહિતી બ્યુરો, વ્યારા- તાપી ) તા.૦૧: “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત “વંદે ગુજરાત વિકાસ યાત્રા” આગામી તા.૦૫-૦૭-૨૦૨૨ થી ૧૮-૦૭-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે તાજેતરમાં સમગ્ર રાજ્યના કલેક્ટરશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે રાજયના મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. ત્યાર બાદ જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે કાર્યક્રમના સંલગ્ન અધિકારીઓ/કર્મચારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
વિડિયો કોંફરન્સમાં આપેલ માહિતી અનુસાર રાજયના તમામ જિલ્લાઓમાં આગામી તા.૦૫-૦૭-૨૦૨૨ થી તા.૧૮-૦૭-૨૦૨૨ દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગને જરૂરી સુચનો કર્યા હતા. જેમાં વિકાસ યાત્રામાટે રૂટ પ્લાન બનાવવા અંગે, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાની સમિતી તૈયાર કરી તેઓને માર્ગદર્શન આપવા અંગે, ગ્રામ્ય કક્ષાએ રથના સ્વાગત માટે ગ્રામજનોને જાણકારી આપવા અંગે, રથના રાત્રી રોકાણ અંગે, રથ દ્વારા ગામોમાં સરકારશ્રીની જનકલ્યાણકારી વિવિધ યોજના અંગે પ્રચાર-પ્રસાર કરવા અંગે, તથા રથ અંગેની ડેટા અન્ટ્રી ઉપર ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું. અંતે આ યાત્રા દરમિયાન તમામ આનુસાંગિક કામગીરી સંપુર્ણ નિષ્ઠા અને જવાબદારી પુર્વક હાથ ધરવા કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં કુલ-૨ રથની ફાળવણી સાથે સમગ્ર રાજ્યમાં કુલ- ૮૨ રથ દ્વારા “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે. ગુજરાતમં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ યાત્રા દરમિયાન ૧૮ જેટલા વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
બેઠકમાં ડી.આર.ડી.એ નિયામકશ્રી અશોક ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી સાગરભાઈ મોવાલિયા, સમાજ સુરક્ષા અધિકારી નિર્મલ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other