તાપી જિલ્લામાં ચોમાસુ-૨૦૨૨ સંબંધે કંટ્રોલરૂમ ડ્યુટી બજાવતા કર્મચારીઓ સાથે નિવાસી અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તાપી જિલ્લામાં આફતની પરિસ્થિતિ પહેલાં,
આપત્તિ દરમ્યાન તથા આપત્તિ પછીની પરિસ્થિતિમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તેમજ વિવિધ ટાસ્કફોર્સને આકસ્મિક સંજોગોમાં ઝડપી કાર્યવાહી કરવા માટે માર્ગદર્શક નિવડશે.
……………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૩૦: તાપી જિલ્લામાં આગામી ચોમાસુ-૨૦૨૨ની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપત્તિ વ્યવસ્થાપન કેંદ્ર તાપી ફ્લડ ડ્યુટી અંગે કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ સાથે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવીની અધ્યક્ષતામાં કલેક્ટર સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠક્માં આપત્તિ વ્યવસ્થાપન કેંદ્ર તાપી ખાતે ફરજ સોપવામાં આવેલ તમામ કર્મચારીશ્રીઓને ફરજ પરની કામગીરી અંગે, આકસ્મિક પુર, વાવાઝોડુ, દુષ્કાળ, ઔદ્યોગિક અકસ્માતો અને માર્ગ અકસ્માત જેવી અનેક આફતોથી સુરક્ષા માટેની તૈયારી અને માનવજીવને બચાવી શકાય તેવા આશયથી આફતો સામેની પૂર્વ તૈયારીના અભિગમથી જરૂરી દિશા સુચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તાપી જિલ્લામાં આફતની પરિસ્થિતિ પહેલાં, આપત્તિ દરમ્યાન તથા આપત્તિ પછીની પરિસ્થિતિમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તેમજ વિવિધ ટાસ્કફોર્સને આકસ્મિક સંજોગોમાં ઝડપી કાર્યવાહી કરવા માટે માર્ગદર્શક નિવડશે તે માટે જરૂરી દિશા સુચનો આપવામાં આવ્યા હતા.
વધુમાં તાપી જિલ્લાના તમામ તાલુકામાં નોધાતો કુલ વરસાદની વિગતો તેમજ ટોલ ફ્રી નંબરો વગેરેના ઉપયોગ કેવી રીતે કરવા તેની જાણકારી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં ચોમાસા સંદર્ભે જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત છે. જિલ્લામાં કોઇ પણ સ્થળે મુશ્કેલીમાં મુકાયેલા લોકો આ કંટ્રોલ રૂમ ઉપર સંપર્ક કરી શકે છે. તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો ટોલ ફ્રી નં-૧૦૭૭ અને ફોન નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ છે. મામલતદાર કચેરી વ્યારા ૦૨૬૨૬-૨૨૪૦૧૨, મામલતદાર કચેરી ડોલવણ- ૦૨૬૨૬-૨૫૧૦૧૨/મો.નં-૮૩૪૭૬-૨૧૧૦૫/૭૬૨૩૮-૩૧૦૧૨,મામલતદાર કચેરી વાલોડ- ૦૨૬૨૫-૨૨૦૦૨૧, મામલતદાર કચેરી સોનગઢ- ૦૨૬૨૪-૨૨૨૦૨૩, મામલતદાર કચેરી ઉચ્છલ- ૦૨૬૨૮-૨૩૧૧૦૫, મામલતદાર કચેરી નિઝર- ૦૨૬૨૮-૨૪૪૨૨૩, મામલતદાર કચેરી કુકરમુંડા- ૦૨૬૨૮-૨૨૩૩૨૪ ઉપર સંપર્ક કરવો.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના કરણ ગામીત, નાયબ મામલતદારશ્રી દિપિકાબેન ચૌધરી સહિત કંટ્રોલ રૂમના વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000