ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

((પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને દાખલ કરવા માટે શાળામાં પ્રવેશોત્સવ યોજવામાં આવે છે, પરંતુ પ્રથમ વખત ગુજરાત સરકારની આ ખાસ શૈક્ષણિક ડ્રાઈવને લઈને એવા સમાચાર આવ્યા છે કે,
ગુજરાત સરકારે 1998-99ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આજે રાજ્યની દરેક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પહેલા ધોરણમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે; જેમાં ગામના સો ટકા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ દિવસે પ્રવેશ મેળવેલ દરેક બાળકને શિક્ષણ કીટ આપીને પ્રોત્સાહન આપવામાં આવે છે.
1998થી વૈકલ્પિક શિક્ષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સામાજિક અને આર્થિક કારણોસર બાળક શાળામાં પ્રવેશ ન મેળવી શકે; ત્યારે તેના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે.
બાળકો ઉપર પાઠ્ય પુસ્તકોનું માનસિક ભારણ ન આવે તે માટે આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. નાનાં બાળકો ઉપર શિક્ષણનો જે ભાર જોવા મળે છે; તેને ઘટાડવા ગુજરાત રાજ્યમાં ભાર વિનાના ભણતરનો પ્રયોગ અમલમાં મૂકાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકને દફતરનો ભાર ન લાગે તે માટે તેનું દફતર શાળામાં જ મૂકી રાખવામાં આવે છે.
આજ રોજ્ કોબા પ્રાથમિક શાળા માં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
શાળાના આચાર્યશ્રી ધર્મેશ પટેલ જણાવ્યું કે ગામની શાળા એ ગામનું મંદિર છે. ગામનું ઘરેણું છે.પ્રાથમિક શિક્ષણ લઈને ઘણાં વિદ્યાર્થીઓ આગળ વધ્યા છે. શાળામાં સરપચશ્રી દિલીપભાઈ દ્વારા 11000 નું ચેક આપી ભૌતિક સુવિધા માં મદદરૂપ થયા છે.
સમગ્ર ગામજનો તરફથી એવોર્ડ વિનર અને શાળાના આચાર્યશ્રી ધર્મેશ પટેલ નું સન્માન કરવામાં આવ્યું.૨૦૨૧/૨૨ માં જેમને સુરત મેયર .કમિશનર. ચોર્યાસી તાલુકાના ધારાસભ્ય. કૃષિ ઉર્જા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા સન્માન થયું.અને સાથે ગુજરાતનો ગૌરવશાળી દીકરો.પ્રાઇમ રત્ન એવોર્ડ જેવા જાહેર પ્રોગ્રામ માં સન્માન અને સાયકલિંગ માં મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા સન્માન કરવા બદલ ગામ જનો દ્વારા સમગ્ર શૈક્ષણિક પ્રવૃત્તિ અને બાહ્ય પ્રવૃત્તિ ને ધ્યાનમાં લય સન્માન કરવામાં આવ્યું.