કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામપંચાયત ચોખીઆમલીના ઉપસરપંચ દ્વારા વિસ્તરણ અધિકારી વિરુધ્ધ ટી.ડી.ઓ.ને ફરિયાદ કરવામાં આવી !!
(મુકેશ પાડવી દ્વારા, વેલદા-નિઝર) : કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામપંચાયત ચોખીઆમલીના ઉપસરપંચ શ્રીમતિ કિરણબેન જીતેન્દ્રભાઈ વળવી દ્વારા કુકરમુંડા સેવાસદન ખાતે કમિશ્નરશ્રી ગાંધીનગર, તાપી જિલ્લાના કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીને અનુલક્ષીને કુકરમુંડા તાલુકાના વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરી સંબંધિતો સામે કડક પગલાં લેવા માંગ કરી છે.
ઉપસરપંચ શ્રીમતિ કિરણબેન વળવીએ જણાવવ્યું હતું કે આગઉ સરપંચ રવિદાસભાઈ અને તલાટી ક્ર્મમઁત્રી ચુનીલાલભાઈના વિરુદ્ધમાં તાપી અને ગાંધીનગર ખાતે અરજીઓ કરેલ હતી. તેના અનુસંધાનમાં જવાબ લેવા માટે કુકરમુંડા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી (નિકુંજભાઈ)અને તેમની સાથે ઓફિસના બે ભાઈઓ પણ તા. ૧૭/૬/૨૦૨૨ના રોજ ગ્રુપ ગ્રામપંચાયત ચોખીઆમલી ખાતે આવેલ હતા. વિસ્તરણ અધિકારી(નિકુંજભાઈ )એ અરજદારને પૂછતાજ કરતા અરજદારે જવાબ લખાવ્યો ત્યારે અરજદારનુ વિડિઓ રિકોડિંગ કરતા હતા. અને જ્યારે સરપંચ અને તલાટીનો જવાબ લેવામાં આવ્યો ત્યારે તેઓએ જવાબમા એક પણ શબ્દ મોઢામાંથી ઉચ્ચાર્યો નહતો ત્યારે વિડિઓ બંધ કરી દેવામાં આવતો હતો.
વિસ્તરણ અધિકારી નિકુંજભાઈએ અરદારના જવાબ ને ધ્યાનમાં ના લીધો ? નિકુંજભાઈ પર સવાલ ઉઠી રહયો છે કે સરપંચ અને તલાટી સાથે મીલીભગત તો નથી ને ? સરપંચ અને તલાટીનો જવાબ લેવામાં આવ્યો ત્યારે એક પણ શબ્દ મોઢામાંથી ઉચ્ચાર્યો નહતો. સરપંચ અને તલાટીનો જવાબ વિસ્તરણ અધિકારી મનમાની કરી પોતેજ કોરા કાગળ પર લખી ધીધો હતો. જ્યારે સરપંચ અને તલાટી એક પણ શબ્દ બોલ્યો નથી ? તો આ વિસ્તરણ અધિકારી કેવી રીતે જવાબ કાગળ પર લખી દિધો ? એવા અધિકારી છે કે જે સરપંચ અને તલાટીને બચાવા પોતે જ જવાબ કાગળ પર લખી આપતા હોય તો એવા વિસ્તરણ અધિકારી આદિવાસી લોકોનું કેવુ કલ્યાણ કરતા હશે ? તે સ્પષ્ટ દેખાય રહયું છે ? અરજદાર જણાવે છે કે સરપંચ અને તલાટી એવો જવાબ આપે છે કે ઉપસરપંચ અને સભ્યોની કોઈ જરૂર નથી પંચાયતમાં ? ઉપસરપંચ અને સભ્યોનો સિક્કો કે સહી કોઈ પણ કાગળ કે બિલ પર લાગતો નથી ? તો પછી ઉપસરપંચ અને સભ્યો શા માટે મુકાય છે ? જેટલાં હક્કો સરપંચના છે પંચાયત પર તેટલો જ હક ઉપસરપંચ અને સભ્યોનો પણ છે.
ઉપસરપંચ બેન છે તો તલાટી કહે છે કે બેન તમે રાજીનામુ આપી દો એવી ધમકી તલાટી ઉપસરપંચને આપે છે. સરકારી કર્મચારી ઉપસરપંચને ધમકી આપે છે તે યોગ્ય નથી ? કુકરમુંડા તાલુકાના વિસ્તરણ અધિકારી, ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ અને તલાટીને પંચાયત એક્ટ મુજબ તાત્કાલિક હોદ્દા પરથી દુર કરવામાં આવે એવી માંગ થઈ રહી છે. હાલમાં જોવાનું રહયું કે તંત્ર શું પગલાં લેશે ? જે આવનાર સમયમાં ખબર પડશે?