વ્યારાના કપુરા ગામ ખાતે કાળીદાસ હોસ્પિટલ વ્યારા અને હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન વ્યારા યુનિટ દ્વારા વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે વિના મૂલ્યે સીકલસેલ ચકાસણી કેમ્પનું આયોજન કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા ખાતે આવેલી સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સંલગ્ન કાળીદાસ હોસ્પિટલ વ્યારા અને હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન વ્યારા યુનિટ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આયુષ મંત્રાલય (ભારત સરકાર ) અને નેશનલ કમીશન ફોર હોમિયોપેથી (નવી દિલ્હી ) ના માર્ગદર્શન હેઠળ વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે વિના મૂલ્યે સીકલસેલ ચકાસણી કેમ્પનું આયોજન તા.૨૮ / ૦૬ / ૨૦૨૨ , મંગળવાર ના રોજ વ્યારાના કપુરા ગામ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દીપ પ્રાગ્ટય કરીને જાહેર જનતા માટે કેમ્પનો શુભાંરભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી તાપી જીલ્લા વ્યારા શાખાએ કાળીદાસ હોસ્પિટલ, વ્યારા ના સહયોગથી તમામ દર્દીઓ તેમજ જરૂરીયાતમંદ ગ્રામજનોને ઉપહાર સ્વરૂપે  સ્વચ્છતા કીટ સાથે મહિલાઓને સેનેટરી નેપકીનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં હોમિયોપેથીક તજજ્ઞ ડૉ. અશોકભાઈ ગુંદીગરા અને ડૉ. વૈશાલી ઠાકુરએ સેવા આપી હતી. આ કેમ્પનું સંપૂર્ણ આયોજન માનદ ડીરેકટર ડૉ. અજયભાઈ દેસાઈ તેમજ કોલેજના પ્રિન્સીપાલ ડૉ . જયોતિ રાવ ના માર્ગદર્શન હેઠળ ડૉ. વૈશાલી ચૌધરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર કેમ્પની વ્યવસ્થા શ્રી દક્ષેશભાઈ શાહ તથા શ્રી હારીશભાઈ શેખ દ્વારા કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other