વાલોડ ખાતે મીંઢોળા નદી પર બ્રીજનું કામ ચાલતુ હોવાથી ડાયવર્ઝન અંગેનું જાહેરનામું
Contact News Publisher
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) ૨૮: કન્ટ્રક્શન ઓફ હાઇ લેવલ બ્રીજ ઓન દેગામા ટીચકપુરા રોડ ઓન મીંઢોળા રીવર વાલોડ ખાતે મીંઢોળા નદી પરના હયાત કોઝવેના સ્થાને હાઈ લેવલ બ્રીજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન નાગરિકોને અવર-જવર માટે મુશ્કેલી ન પડે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી દેગામાથી ટીચકપુરા રોડ (મીંઢોળા નદી ઉપર) બંધ કરી વ્યારા ખાતે આવવા-જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે હવે દેગામા-રૂપવાડા-કપુરા રોડ, દેગામા-શાહપુર-વ્યારા રોડ, દેગામા-બાજીપુરા-વ્યારા રોડનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું છે. આ જાહેરનામાનો અમલ તા.૧૨/૦૭/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
000000000000000