ઉચ્છલના ભીંતબુદ્રક એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામું
Contact News Publisher
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) ૨૮: તાપીના ઉચ્છલ તાલુકાના ભીંતબુદ્રક એપ્રોચ રોડને બંધ કરી નાગરિકોના અવર જવર તેમજ વાહન વ્યવહાર માટે રોડને ડાયવર્ટ કરી એક વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ રોડ બંધ હોવાથી લોકોને મુશ્કેલી ન પડે તથા જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે લોકહિતમાં ઉચ્છલ આવવા-જવ માટે ટ્રાફીક ડાયવર્ઝનના વિકલ્પ તરીકે ભીંતબુદ્રક એપ્રોચ રોડ જોઇનિંગ એસ.એચ. ઉચ્છલ-નિઝર રોડ અને ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈ-વે રોડનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તા.૧૨/૦૭/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
000000૦૦૦૦