માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડીટ મંડળી લી. માંગરોળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Contact News Publisher

નિવૃત શિક્ષક સભાસદોનું સન્માન ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા શાલ ઓઢાડી, પુષ્પ ગુંચ્છ, ચાંદી નો સિક્કો આપી સન્માન કરવામાં આવેલ

સભાસદના બાળક ધો.-૧૦ અને ૧૨ પાસ થયેલ વર્ષ-માર્ચ-ર૦રર મા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ૧ થી ૩ નંબરોને પ્રોત્સાહક ઈનામ આપવામા આવેલ હતુ

(પ્રતિનિધિ દ્વારા, માંગરોળ)  : માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડીટ મંડળી લી. માંગરોળ ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા ટીચર્સ સોસાયટીના મકાન મા યોજાઈ હતી આ સભામા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના ઉપ પ્રમુખ ઇમરાન ખાન પઠાણ, સોસાયટી ના પ્રમુખ હિતેન્દ્રભાઇ ચૌધરી, મંત્રી રાજેન્દ્ર સિંહ વાસદિયા, સહમંત્રી ઉપેન્દ્ર સિંહ ગભાણીયા, ઉપ પ્રમુખ મનહરભાઈ પરમાર , કનકસિંહ જાદવ, અન્ય હોદ્દેદારો, નિવૃત થનાર શિક્ષકો સભાસદ ભાઈ ઓ હાજર રહ્યા હતા જેમાં નીચે મુજબ ની ચર્ચા કરવામાં આવી હતી (૧) પ્રમુખશ્રી ની વરણીકરવા બાબત(૨) શોકાંજલી આપવા બાબત(૩) ગત ખાસ સાધારણ સભાની મિનીટ બુક વાંચનમાં લેવા બાબત (૪) સને ૨૦૨૧-૨૨ ના વર્ષની તારીજ સરવૈયુ તથા નફાની વહેચણી ઠરાવ નં. ર અને ઠરાવ નં.-૩ તા. ૨૩-૦૪-૨૦રર ના રોજ ની કારોબારીમા ઠરાવ થયેલ છે તેની બહાલીઆપવા બાબત. (૫) નિવૃત શિક્ષક સભાસદોનું સન્માન ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા શાલ ઓઢાડી, પુષ્પ ગુંચ્છ, ચાંદી નો સિક્કો આપી સન્માન કરવામાં આવેલ હતુ (૬) સભાસદના બાળક ધો.-૧૦ અને ૧૨ પાસ થયેલ વર્ષ-માર્ચ-ર૦રર મા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ૧ થી ૩ નંબરોને પ્રોત્સાહક ઈનામ આપવા મા આવેલ હતુ (૭) પ્રમુખ સ્થાનેથી હિતેન્દ્રભાઇ એ આકસ્મિક વીમા બાબતે વાત કરી હતી અંતે આભાર વિધિ ઉપેન્દ્ર ગભાણીયા એ કરી હતી અને રાષ્ટ્ર ગીત ગાઈ ને સૌ છુટા પડ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other